સુખ કે સબ સાથી, દુ:ખ મેં ન કોઈ મેરે રામ તેરા નામ સાચા, દૂજા ન કોઈ
આચમન -કબીર સી. લાલાણી
જીવનમાં માણસ અનેક પરિચયો કેળવે છે, સંબંધો બાંધે છે, મિત્રો કરે છે ને એમ જીવન ચાલતું રહે છે.
* જીવનમાં તડકી-છાંયડી આવ્યા કરે છે.
* સુખ-દુ:ખ ને વિટંબણાઓ પણ આવે છે.
* સગાં-સંબંધીઓ અને મિત્રો હોય તો આપત્તિનો એ સમય હળવાશથી પસાર કરી શકાય છે.
– પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ છે.
* માણસ સુખી હોય, તેની પાસે સંપત્તિ હોય ત્યારે તેના સુખમાં ભાગ પડાવવા, મહેફિલો માણવા ને મોજમજા કરવા માટે સાથીદાર શોધવા નથી પડતા.
* મધ ઉપર કીડી બેસે તેમ માણસો સુખ-સંપત્તિ પર ઝળુંબતા હોય છે.
– સંબંધોની સાચી પરખ તો થાય છે દુ:ખમાં, આપત્તિમાં.
* માણસ જ્યારે ચારેકોર આફતથી ઘેરાઈ જાય છે ત્યારે તેને સાથ દેવા, મદદ કરવા કોણ આવે છે તેના પરથી સાચાં સગાં કે સંબંધીનો પરિચય થાય છે.
આ લખનારના અભ્યાસથી મોટે ભાગે લોકોનો અનુભવ એવો જાણવા મળ્યો છે, કે સુખના સમય દરમિયાન જે સંબંધો હોય છે તે દુ:ખ આવતા જ મીણની જેમ ઓગળી જાય છે ને રોજ હળતા-મળતા ને મજા કરતા લોકો આવે ટાણે ખબરેય ન પડે તેમ સરકી જાય છે.
* આંખથી આંખ પણ મેળવતા નથી.
* માણસ એકલો અટૂલો પડી જાય છે.
* સંબંધોની આ અસલિયત છે.
– નળ – દમયંતીના જીવનની કઠણાઈ વર્ણવતા પ્રેમાનંદે કહેલું, ‘વાંકી રે વેળા રે વહાલું કો’નથી, સૌ સુખ સમે સાથી થાય.’
– કહેવાયું છે કે –
શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક જેના પર શિર વારીએ એ લાખોમાં એક!
– લોકોએ બતાવેલું આ સત્ય થોડાક અપવાદ બાદ કરતાં સાવ સાચું છે.
* પોતાના દુ:ખ માણસે પોતે જ સહી લેવાના હોય છે.
* કોઈ તેમાં ભાગીદાર થઈ શકતું નથી.
– સંજોગો જવાબદાર હોઈ શકે, પણ માણસ મિત્ર તરીકે દુ:ખ વેળાએ ઊણો ઊતરે છે એ વાતનો ઈનકાર કરી શકાય તેમ નથી.
વહાલા વાચક બિરાદરો! લેખની શરૂઆતમાં જ લખેલી પહેલી જ પંક્તિમાં કવિએ સંબંધોની મર્યાદા બતાવી આપી છે કે સંબંધોની હદ સુખના દિવસ
સુધીની જ હોય છે. સુખના દિવસો પૂરા થયા કે સંબંધો એક પછી એક સરકવા
માંડે છે.
સનાતન સત્ય
સામાન્ય પરિચિતોની વાત જવા દઈએ, પણ જેની સાથે દિલના – હૃદયના સંબંધો બંધાયા હોય તેવા મિત્રોનું શું?
– કવિ કહે છે, ‘દોસ્તોય આંખ ભીંજવીને ચાલતા થયા.’
* નિકટના મિત્રો પણ
* સમભાવ, સહાનુભૂતિ (શાબ્દિક જ તો) બતાવીને ચાલતા થઈ જાય છે.
* અફસોસ વ્યક્ત કરે છે.
* શોક બતાવે છે,
* દયા ખાય છે, પણ
* પડખે ઊભા રહેવાની વાત કોઈ કરતું નથી.
ધર્મસંદેશ:
– આપણા ધર્મગ્રંથોમાં,
-સાધુ-સંતો-શાહોના ઉપદેશમાં
– સંસારને અસાર કહ્યો છે તે આ બધાં કારણોથી જ તો.