Homeઆમચી મુંબઈએ વાત સાચી છે કે અમારી પાર્ટી JPCની તરફેણમાં છે: લો હવે...

એ વાત સાચી છે કે અમારી પાર્ટી JPCની તરફેણમાં છે: લો હવે શરદ પવારે ફેરવીતોળ્યું

મહારાષ્ટ્રનું રાજકારણ તેના નેતાઓ અને વિવિધ રાજકીય પક્ષોને કારણે એક યા બીજી રીતે સતત ચર્ચામાં અને વિવાદોમાં રહે છે. અહીં કયો નેતા ક્યારે શું બોલી જશે અને ક્યારે કયાં પક્ષની તરફેણ કરશે તેની ભવિષ્યવાણી કોઇ કરી નહીં શકે. હાલમાં એક જ દિવસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે બે અલગ-અલગ નિવેદન આપતાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

એક દિવસ પહેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે એક ટિવી ચેનલ સાથેના ઇન્ટર્વ્યુમાં અદાણી મુદ્દે જેપીસીની ઇન્ક્વાયરીની કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ માંગણીમાં તેમની પાર્ટી સામેલ નથી તેવું નિવેદન કર્યું હતું. આ નિવેદનને કારણે પ્રસાર માધ્યમો દ્વારા કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચેની યુતિમાં ભંગાણની શક્યતાના સમાચારોએ વેગ પકડ્યો હતો. એટલું જ નહીં વિરોધી પક્ષો અને કોંગ્રેસ દ્વારા પવારના આ નિવેદનની ટિકા કરવામાં આવી હતી. આ નિવેદનને કારણે રાજકીય સમિકરણોમાં ફેરફાર અંગે ફેલાયેલી હવા અને ટિકા બાદ આખરે શરદ પવારે પોતાની વાત ફેરવી દીધી હતી. અને પોતાનો પક્ષ જેપીસીના તરફેણમાં હોવાનું નિવેદન આપ્યું હતું.

આ અંગે પવાર બોલ્યા કે જો આ તપાસમાં સત્તાધારી પક્ષના સદસ્યો વધારે હશે તો લોકો સામે સાચી વાત આવશે કે નહીં એ ખબર નથી. વધુમાં તેમણે ઉમેર્યુ કે, જ્યારે સરકારની ટિકા કરવા માટે ટાટા-બિરલાનું નામ જોડવામાં આવ્યું હતું ત્યારે ટાટા બિરલા દ્વારા દેશ માટે કરવામાં આવેલ સારા કામો અને યોગદાનની યાદી મોટી હતી. હવે જ્યારે અંબાણી-અદાણીનું નામ જોડાયું છે ત્યારે તેમણે દેશ માટે શું કર્યું છે એ વિચારવા યોગ્ય છે. અને તેની તપાસ થવી જ જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -