અમદાવાદઃ અહીંના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અહીં આરએસએસના સમાજશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા પછી કાર્યક્રમને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવત કહ્યું હતું કે તમામ મતભેદો ભૂલીને દેશ હિતમાં સૌએ એક થવાનું જરૂરી છે.
સંઘના વડા મોહન ભાગવતે બાબાસાહેબના આજના જન્મદિવસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે 14 એપ્રિલે થયો. ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ એક એવી મહત્વની ઘટના હતી એની સાથે જ તેમણે ડો. હેડગેવાર અને બાબા સાહેબના પ્રસંગોનું પણ વર્ણન કર્યું હતું. વિદેશી તાકાતો આપણને નુકસાન ન પહોંચાડે તે માટે આપણે એક થવાનું જરુરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
આઠ વર્ષ બાદ આરએસએસના વડા મોહન ભાગવતે ગુજરાતમાં જાહેર મંચ પરથી સંબોધન કર્યું હતું. અહીં તેમણે કહ્યું કે મતભેદો ભૂલી દેશહિતમાં એક થવું જરૂરી છે તેમજ બાબાસાહેબના આંબેડકરના મૂલ્યોને આગળ વધારવાનું લક્ષ્ય રાખવા પણ તેમણે સૂચન કર્યું હતું. અહીંના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમમાં હજારો સ્વયંસેવકો હાજર રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ અમદાવાદના વસ્ત્રાપુરના જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત ‘સમાજશક્તિ સંગમ’માં પંદર હજારથી વધુ સ્વયંસેવકને સંબોધન કરતા દેશહિત અને લોકહિત અંગેની મહત્ત્વની વાત કરી હતી. 2024ની ચૂંટણી પહેલા આરએસએસ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે અને 8 વર્ષ બાદ ગુજરાતમાં જાહેર મંચ ઉપરથી સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. આ અગાઉ 2025માં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમણે સંબોધન કર્યું હતું.
આરએસએ દ્વારા અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે, પરંતુ આરએસએસના વડા મોહન ભાગવતનું કોઇ પણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશાં સૂચક હોય છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી છે. આરએસએસ દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતું હોય છે કે આરએસએસ અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન કરતા હોય છે.
આવતીકાલે મોહન ભાગવત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરશે. આ પુસ્તકોનો વિષય સમાજ અને રાષ્ટ્ર ચેતના આધારિત છે.