બોલીવૂડમાં આવનાર દરેક નવોદિતની એની ઈચ્છા સલમાન ખાન સાથે કામ કરવાની ઈચ્છા હોય જ છે અને એમાં પણ વાત જ્યારે અભિનેત્રીઓની હોય ત્યારે તો લગભગ દરેક અભિનેત્રીની અંદરખાને એવી ઈચ્છા હોય જ છે કે જે તેને એકાદ વખત તો ભાઈજાન સાથે કામ કરવા મળે, પણ આજે આપણે અહીં વાત કરવાના છીએ એક એવી એક્ટ્રેસ વિશે કે જેણે ભાઇજાન સાથે કામ કરવાની ઓફર ઠુકરાવી દીધી હતી અને એ પણ એક બે નહીં પાંચ પાંચ વખત… આ અભિનેત્રીની ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં કરવામાં આવે છે, આ અભિનેત્રીએ આજ સુધી સલમાન ખાન સાથે કામ કર્યું નથી. એટલું જ નહીં આ અભિનેત્રીને પાંચ વખત સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઓફર મળી ચૂકી છે પરંતુ દરેક વખતે તેણે ફિલ્મો રિજેક્ટ કરી છે.
સલમાન ખાન સાથે એક બે નહીં પણ પાંચ ફિલ્મ રિજેક્ટ કરનાર અભિનેત્રી અન્ય કોઈ નહીં પરંતુ આપણી સૌની દીપિકા પાદુકોણ છે. અત્યાર સુધીના કરિયરમાં સલમાન અને દીપિકાની જોડી કોઈપણ ફિલ્મમાં એક સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી નહોતી. એવું નથી કે તેને કોઈ ફિલ્મ ઓફર કરવામાં આવી નથી. રિપોર્ટ્સની વાત માનીએ તો સલમાન ખાનની પાંચ એવી ફિલ્મો છે કે જેમાં કામ કરવા માટે દીપિકા પાદુકોણને ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેણે આ ઓફર રિજેક્ટ કરી હતી. જે પાંચ ફિલ્મો દીપિકાએ રિજેક્ટ કરી તેમાંથી એક ફિલ્મ સુલતાન પણ છે. અનુષ્કા શર્મા પહેલા દીપિકા પાદુકોણને આ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી.
જોકે માત્ર દીપિકા પાદુકોણે જ નહીં પરંતુ સુલતાન ફિલ્મને અમૃતા સિંહ અને પરિણીતી ચોપડા પણ રિજેક્ટ કરી ચૂકી છે. ત્યાર બાદ આ ફિલ્મ અનુષ્કા શર્માએ કરી અને આ ફિલ્મ બોક્સ ઓફીસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
જોકે જોવા જેવી વાત તો એ પણ છે કે દીપિકા પાદુકોણ વારંવાર સલમાન ખાન સાથે ફિલ્મ કરવાનું ટાળે છે પરંતુ શાહરુખ ખાન સાથે અત્યાર સુધીમાં તે ચાર- ચાર ફિલ્મો કરી ચૂકી છે. જેમાંથી બે બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે. દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમથી કરી હતી. ત્યાર બાદ તેણે શાહરૂખ સાથે હેપી ન્યૂ યર, ચેન્નઈ એક્સપ્રેસ અને હાલમાં જ બહુ ચર્ચિત પઠાન ફિલ્મમાં કામ કર્યું હતું.