દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દીકરી ઈશાએ 19 નવેમ્બરે અમેરિકાના લોક એન્જલેસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને એક મહિના બાદ તે આજે મુંબઈ પાછી ફરી છે. તેમના નિવાસસ્થાન કરુણા સિંધુમાં તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.
દેશભરના પ્રખ્યાત મંદિરોમાંથી પંડિતો ઈશાના બંને બાળકો માટે પૂજા કરશે અને આ પ્રસંગે અંબાણી પરિવાર 300 કિલો સોનું દાન કરશે. આ સાથે જ દેશના તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિર, નાથદ્વારાના શ્રીનાથજી મંદિર, શ્રી દ્વારકાધીશ મંદિર સહિત અનેક મંદિરોમાંથી પ્રસાદ મગાવવામાં આવ્યો છે.