સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. #HatmanKillerInMumbai હાલમાં ટ્વિટર પર ટ્રેન્ડમાં છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે હિટમેન કિલર મુંબઈના રસ્તાઓ પર ફરે છે અને તે મહિલાઓની હત્યા કરી રહ્યો છે. આ વીડિયો મુંબઈના અંધેરી વિસ્તારનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં રસ્તા વચ્ચે છરીના ઘા ઝીંકીને કરવામાં આવેલી મહિલાની ઘાતકી હત્યા બતાવવામાં આવી છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વાઇરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઇ શહેરમાં એક હિટમેન કિલર ઘૂમી રહ્યો છે, જે મહિલાઓની હત્યા કરી રહ્યો છે.
Be safe Guys and aware from this type of men , don’t live lonely in deserted place #HatmanKillerInMumbai pic.twitter.com/G6cLiwmN3c
— Munendra Singh (@1Munendrasingh) November 11, 2022
“>
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની મુંબઈ પોલીસે ગંભીર નોંધ લીધી છે, તેમજ તેમણે સ્પષ્ટતા કરી છે કે મુંબઈમાં આવી કોઈ ઘટના બની નથી. મુંબઈ પોલીસે કહ્યું છે કે શહેરમાં કોઈ હિટમેન કિલર નથી.
આ વાઇરલ વીડિયો મુંબઈનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા કારમાંથી બહાર નીકળી રહી છે. કાર મહિલાને ત્યાં છોડીને જતી રહે છે. ત્યાર પછી તુરંત કાળો કોટ અને કાળી કેપ પહેરેલ એક વ્યક્તિ ક્યાંકથી આવીને મહિલાને ઉપરાછાપરી છરીના ઘા મારે છે. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થાય છે અને ત્યાં જ ઢળી પડે છે. હુમલાખોર પછી તેનો પગ પકડીને તેને શેરીમાં પેવમેન્ટ પર ખેંચી જાય છે. આ વીડિયોમાં હુમલાખોરે કાળું પેન્ટ, કોટ અને કાળી ટોપી પહેરેલી છે. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે આ ઘટના 5 નવેમ્બરે બની હતી.
આ વીડિયો ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ થયું નથી . જોકે, ટ્વિટર પર એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના મુંબઈમાં બની છે. તેમજ લોકોને હિટમેનથી સાવચેત રહેવાની વિનંતી પણ કરવામાં આવી રહી છે.
મુંબઇ પોલીસે આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મુંબઈમાં આવી કોઈ ઘટના બની નથી. મુંબઈ પોલીસને આવી કોઈ ઘટના અંગે માહિતી મળી નથી. તેમજ મુંબઈ પોલીસ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે મુંબઈમાં હિટમેન દ્વારા કોઈ મહિલાની હત્યા થઈ નથી.