Homeઆપણું ગુજરાતઆ તે માવઠું કે ચોમાસું: ભાવનગરમાં ધોધમાર, અમદાવાદમાં પણ મોડી સાંજે વરસ્યો...

આ તે માવઠું કે ચોમાસું: ભાવનગરમાં ધોધમાર, અમદાવાદમાં પણ મોડી સાંજે વરસ્યો વરસાદ

ભાવનગર: સામાન્ય રીતે માવઠું એક બે દિવસ હોય અને ધીમે ધીમે છાંટા પડે અથવા તો એકાદ ઝાપટું પડે, તેમ આપણે માનીએ છીએ, પરંતુ ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી જે રીતે ધોધમાર વરસાદ વરસે છે તે જોતા ચોમાસું ત્રણ મહિના વહેલું જ આવી ગયું હોય તેમ લોકો કહેવા લાગ્યા છે. ગુરુવારે પણ રાજ્યભરમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં મોડી સાંજે સાત વાગ્યા આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં ગુરુવારે સાંજે ચાર વાગે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તા ઉપર પાણી ફરી રહ્યા હતા. શહેરના મોતીબાગ વિસ્તારમાં કલેકટર કચેરી પાસે વીજળી પડી હતી. શહેરમાં ૩૪ મિ .મી.વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી રોજ સાંજે વરસાદ પડે છે. ગુરુવારે સાંજે ચાર વાગ્યે એકાએક પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને દોઢ ઇંચ વરસાદ વરસી જતા રસ્તાઓમાં પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ચોમાસા જેવો માહોલ ઊભો થયો હતો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો ત્યારે જ શહેરના મોતીબાગ કલેકટર કચેરી નજીક વીજળી પડી હતી. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧.૬ ડીગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮% અને પવનની ઝડપ ૨૬ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. ભાવનગર શહેરમાં સાંજે ૩૪ મી.મી. વરસાદ નોંધાયો છે.
છેલ્લા નવ દિવસથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે ત્યારે હવે લોકો પણ આ માવઠું છે કે ચોમાસું શરૂ થયું તેવી ચર્ચા કરવા લાગ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર પણ જોક્સ અને મિમ્સ શેર કરી રહ્યા છે. આ સાથે ખેડૂતો સાથે વેપારીઓ અને સામાન્ય જનતા પણ ચિંતિત છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ઉIs it monsoon or Monsoon: Bhavnagar torrential rains, Ahmedabad also received late evening rain

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -