Homeઉત્સવયુદ્ધમાં યુરોપિયન દેશોની‘શ્રદ્ધા’ ત્રીજા વિશ્ર્વ યુદ્ધની ભૂમિકા તૈયાર કરી રહી છે?

યુદ્ધમાં યુરોપિયન દેશોની‘શ્રદ્ધા’ ત્રીજા વિશ્ર્વ યુદ્ધની ભૂમિકા તૈયાર કરી રહી છે?

ભારતીય દૃષ્ટિએ ઇતિહાસ -ડૉ. રાજેશ ચૌવ્હાણ

બંધ આંખોથી હતો સિદ્ધાર્થ હું,
આંખ ખોલી તો હવે બુદ્ધ છું.
હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું.
મોતની વિકરાળ હરદમ બીકથી,
જિંદગીથી કેટલો હું કુદ્ધ છું.
આ અણુયુગમાં જૂનાનું શું ગજું?
એ જ આદમ છું, હવે હું વૃદ્ધ છું.
વિશ્ર્વયુદ્ધનું નામ આવતા હત્યાઓ અને વિનાશની તસવીરો આંખ સામે આવી જ જાય. વિશ્ર્વ અત્યારે યુદ્ધના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દરેકના મનમાં એક જ પ્રશ્ર્ન છે કે, શું ત્રીજું વિશ્ર્વ યુદ્ધ થઈ શકે છે? કે શરૂ થઈ ગયું છે? રશિયાના વિદેશ મંત્રીની ચેતવણીએ વિશ્ર્વ યુદ્ધની ચિનગારી ભભુકી છે. વિશ્ર્વના દેશો વિશ્ર્વ ઇતિહાસમાંથી પ્રથમ અને બીજા વિશ્ર્વ યુદ્ધોમાંથી કશું શીખ્યા છે? જવાબ નામાં છે. છેલ્લા બે વિશ્ર્વયુદ્ધમાં ૭૦ મિલિયનથી વધુ લોકો માર્યા ગયા હતા. આખરે શા માટે દુનિયા જાણીજોઈને વિનાશ તરફ આગળ વધી રહી છે? તેની પાછળ અનેક કારણો જવાબદાર છે પરંતુ અગત્યની ચર્ચા લેખના માધ્યમ દ્વારા કરીએ.
યુદ્ધના તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા! દેવેન્દ્ર ભટ્ટ યુરોપનો ઇતિહાસ’માં લખે છે કે, યુરોપના દરેક દેશના રાજપુરષો, મુત્સદીઓ, નેતાનો અને પ્રજા યુદ્ધના તત્ત્વજ્ઞાનના વિશ્ર્વાસમાં જીવતા હતા, ત્યાં સુધી વિશ્ર્વની કોઈ પણ તાકાત મહાયુદ્ધને આવતું અટકાવી શકી હોત કે કેમ, તે શંકા છે. લોકોને પરાપૂર્વથી આ યુદ્ધના (શાંતિના નહીં) તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા હતી, રાજપુરુષો યુદ્ધને રાજકારણનું એક અસરકારક શસ્ત્ર માનતા. તેમને મન આ શસ્ત્ર અસરકારક હતું કારણ એ રાષ્ટ્રને મહાન બનાવતું હતું અને કોઈ પણ અન્યાયી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની ખામીઓ સુધારી શકતું હતું! ખરેખર, આ માન્યતા, ‘તલવારના ચુકાદા’માં આ શ્રધ્ધા, જ પ્રથમ અને બીજા વિશ્ર્વ યુદ્ધનું કારણ હતું. યુરોપની એ જ શ્રદ્ધા શું ત્રીજા યુદ્ધનું જવાબદાર કારણ હશે?
વળી, દરેક દેશમાં વિદ્વાનો, પ્રાધ્યાપકો, પત્રકારો, ઇતિહાસકારો વગેરે લોકો રાજપુરુષોની આ માન્યતાને પોષતા હતા, એટલું જ નહીં, પરંતુ ભડકાવતા હતા. જર્મનીનો મહાન ચિંતક ‘હેગલ’ માનતો હતો, કે ‘યુદ્ધ એ તો પ્રકૃતિનો નિયમ છે; પ્રકૃતિમાં હંમેશાં સંઘર્ષ ચાલતો રહે છે અને સંઘર્ષ દ્વારા જ ઉન્નતિ શક્ય છે.’ માનવજાતિએ પ્રાચીન સમયથી અત્યાર સુધી યુદ્ધ દ્વારા જ શાંતિ અને વ્યવસ્થાની સ્થાપના કરી છે; તેને જ કારણે માનવસંસ્કૃતિનો વિકાસ શક્ય બન્યો છે. જો યુદ્ધો ન હોત તો આજે પણ માનવજાતિ નાના નાના કબીલાઓમાં વસતી હોત! બીજો જર્મન વિચારક ‘બર્નહાર્ડી’ યુદ્ધને માનવીનાં કાર્યોમાં ‘સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર કાર્ય’ માનતો! મહાન જર્મન ઇતિહાસકાર ટ્રીટ્રસ્કે’ યુદ્ધને ‘મનુષ્યની જરૂરિયાત’ તથા ‘ઈશ્ર્વરીય યોજના’નું એક મહત્ત્વનું અંગ ગણતો. તેના મતે કાયરતા એ રાજનૈતિક નબળાઈઓમાં સૌથી વધારે ખરાબ અને ધૃષ્ણાસ્પદ નબળાઈ’ હતી, તથા રાજનીતિની પવિત્ર ભાવના પ્રત્યે એ એક ‘પાપ’ હતું! તે કહેતો, કે જે રીતે પ્રશિયા જર્મની ઉપર શાસન કરે, તેમાં ખુદ જર્મનીની મહાનતા સમાયેલી છે, તે જ રીતે સમસ્ત વિશ્ર્વનું કલ્યાણ તથા મહાનતા જર્મન સંસ્કૃતિ, જર્મન બુદ્ધિ અને જર્મન ચારિત્ર્યમાં રહેલાં છે.
જર્મન વિચારકોની જેમ અન્ય દેશોના વિચારકો તથા પત્રકારો યુદ્ધના તત્ત્વજ્ઞાનને તથા વિકૃત દેશભક્તિને પોષતા હતા. તેને પરિણામે બધા માનવા લાગ્યા હતા કે તેમનો પોતાનો દેશ જ મહાન છે, તેમની જાતિની સંસ્કૃતિ જ માન છે, ઈશ્ર્વરે વિશ્ર્વનું કલ્યાણ કરવાનું કાર્ય તેમને માટે જ નિર્માણ કર્યું છે-અને તે યુદ્ધ વગર સિદ્ધ થઈ તેમ નથી! જર્મન, અંગ્રેજ, ફ્રેન્ચ, રશિયન, સ્લાવ વગેરે જુદી જુદી જાતિઓ આવી માન્યતા ધરાવતી હોય, તેમના વિદ્વાનો, પત્રકારો, રાજપુરુષો અને શાણા પુરુષો તેમની આ માન્યતાને પોષી રહ્યા હોય, બહેકાવી રહ્યા હોય, તથા એ બધી જાતિઓના હિતો પરસ્પર અથડામણમાં આવતાં હોય, તો તેમને તથા યુરોપને મહાસંઘર્ષમાંથી શી રીતે બચાવી શકાય?
આર્થિક સામ્રાજ્યવાદ : રાજેન્દ્રકુમાર રાજીવ પોતાના પુસ્તક ‘વિશ્ર્વ પ્રસિદ્ધ યુદ્ધ’માં લખે છે કે, ઔદ્યોગિક ક્રાંતિનું સૌથી મોટું પરિણામ આર્થિક સામ્રાજ્યવાદ હતું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે યુરોપની મહાસત્તાઓએ કાચો માલ પ્રાપ્ત કરવા માટે તથા પાકા માલ માટેની બજારો નિશ્ર્ચિત કરવા માટે સંસ્થાનો સ્થાપવાની દોડ લાગી; તે સાથે જ્યાં પ્રદેશોનો સંપૂર્ણ કબજો મળી શકે તેમ ન હોય, તેમણે વર્ચસ્વ-વિસ્તારો સ્થાપવાની, ઇજારાઓ અને વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત કરવાની હરીફાઈના કારણે મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષો શરૂ થયાં, યુરોપનું રાજકીય વાતાવરણ બગડ્યું. પ્રથમ, બીજા વિશ્ર્વબાદ પણ આ દોડ વધતી ચાલી છે જે ત્રીજા યુદ્ધ માટેની ભૂમિકા પૂરી પાડશે?
રાષ્ટ્રવાદ: રાષ્ટ્રવાદના સારા અને ખરાબ -બંને પાસાંઓ છે. ૧૯મી સદીમાં રાષ્ટ્રવાદનાં આ બંને પાસાંઓ પ્રથમ વિશ્ર્વ વિગ્રહ માટે ભૂમિકા સર્જી રહ્યાં હતાં. શરૂઆતમાં રાષ્ટ્રવાદનું સ્વરૂપ ઉદાર હતું તેને પરિણામે ગ્રીસ, ઇટાલી, જર્મની વગેરે જગ્યાઓએ તેણે શુભ પરિણામો આપ્યાં; પરંતુ સમય જતાં તે ભાવના વિકૃત બની ગઈ અને ઉદાર રાષ્ટ્રવાદનું સ્થાન સંકુચિત તથા ઉગ્ર અને સામક રાષ્ટ્રવાદે લીધું. પરિણામે દરેક રાષ્ટ્ર ગમે તે રીતે અન્ય રાષ્ટ્રોના ભોગે પ્રગતિ સાધવા પ્રવૃત્ત થયું; તેને કારણે રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષોના વધવા લાગ્યા. ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા કે જાપાન જેવી મહાસત્તાઓ આવા વિકૃત રાષ્ટ્રવાદનો ભોગ બને, તો તેમની વચ્ચેનો સ્વાર્થ-સંઘર્ષ મહાયુદ્ધમાં જ પરિણમે તેમાં નવાઇ ન કહેવાય.
રાષ્ટ્રવાદની ભાવના કોઈપણ પ્રજાને પોતાનો વિકાસ પોતાની રીતે કરવાનો, પોતાનું ભાવિ પોતાની ઇચ્છા પ્રમાણે ઘડવાનો (અર્થાત્ ‘આત્મનિર્ણય’નો) અધિકાર પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન આપે છે. તે મેળવવા માટે જે પ્રજા ઝઝૂમે, તેના ઉપર અત્યાચાર કરી તેને દબાવવામાં આવે, તો તેમાંથી પણ અશાંતિ જન્મે, એટલું જ નહીં, પરંતુ તે આગ-નિરંતર સળગતી પણ રહે; કારણ, ૧૯મી સદીમાં હજુ ‘પુરાણી વ્યવસ્થા’ના બધા જ અંશો નાબૂદ થયા ન હતા; તે બધા આ નવી, ઉદાર ભાવનાઓ (સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્રવાદ, લોકશાહી વગેરે) આડે દીવાલ બનીને ઊભા રહે તેમ હતા, પરિણામે સમગ્ર ૧૯મી સદી દરમિયાન બાલ્કનનો ચરુ ઉકળતો રહ્યો. જર્મની, ઓસ્ટ્રિયા અને રશિયાની સ્વાર્થી મનોવૃત્તિ સામે પોલિશ પ્રજાને સ્વતંત્ર પોલેન્ડ માટેના યજ્ઞમાં આહુતિઓ આપ્યા કરી; તે જ રીતે સ્લોવોક, સ્લાવ, રુથેનિયન અને રુમાનિયન પ્રજાઓએ ઓસ્ટ્રિયન સામ્રાજય સામે લડત ચાલુ રાખી. આ બધી પ્રજાઓ ‘આત્મનિર્ણયનો અધિકાર’ માગતી હતી, તેઓ એક રાષ્ટ્ર એક રાજ્યના સિદ્ધાંત માટે લડતી હતી અને એક-એક પ્રજાની એક -એક વાજબી માગણી એક-એક યુદ્ધનું કારણ બને તેમ હતી.
આમ, ૧૯મી સદીમાં વિકસેલી રાષ્ટ્રવાદની ભાવનાએ અનેક રીતે મહાયુદ્ધની ભૂમિકા તૈયાર કરી હતી, તેવી જ રીતે ૨૧મી સદીમાં મહાયુદ્ધની ભૂમિકા તૈયાર થઇ રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધથી ત્રીજા વિશ્ર્વ યુદ્ધની શરૂઆત?
પેટ્રિકે પછી તે તારીખ પસંદ કરી કે જે દિવસે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી. એટલે કે, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ અને તેનો સરવાળો પણ ૨૪+૨+૨૦+૨૨ = ૬૮ થાય છે. તારીખો વચ્ચેના સંબંધને શેર કરતા, પેટ્રિકે ટ્વિટ કર્યું, ‘મારા માટે બધું એક ગાણિતિક સૂત્ર છે. જે તમને તે વિચિત્ર લાગશે.’
સાંકેતિક ગણતરી દ્વારા ત્રીજા વિશ્ર્વ યુદ્ધની સંભાવના : પેટ્રિક બેટ-ડેવિડે (ઙફિિંશભસ ઇયિ-ંઉફદશમ) ૨૮ જુલાઈ ૧૯૧૪નું અવલોકન કર્યું, જે તારીખે ઑસ્ટ્રિયા-હંગેરીએ સર્બિયા સામે યુદ્ધની ઘોષણા કરી, પ્રથમ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -