રણબીર કપૂરે એપ્રિલ 2022માં અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. નવેમ્બર 2022માં બંનેએ તેમની પુત્રી રાહા કપૂરનું સ્વાગત કર્યું. રણબીર કપૂર હવે રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં જોવા મળવાનો છે જેમાં તેની વિરુદ્ધ અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં જોવા મળેલી રણબીર-શ્રદ્ધાની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી છે અને ફિલ્મમાં કેટલાક અંતરંગ દ્રશ્યો પણ છે. છેલ્લા કેટલાક દિવસોથી, ફિલ્મના બંને કલાકારો જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે કારણ કે તે હોળીના દિવસે 8 માર્ચે રિલીઝ થઈ રહી છે. ચાહકોએ નોંધ્યું છે કે બંને આ ફિલ્મને અલગથી પ્રમોટ કરી રહ્યા છે. શું આની પાછળનું કારણ છે આલિયા ભટ્ટ? રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર બંને તેમની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે – પછી તે અલગ-અલગ શહેરોમાં હોય કે રિયાલિટી શોમાં. એવું નોંધવામાં આવ્યું છે કે શ્રદ્ધા અને રણબીર કોઈ પ્રમોશનલ ઈવેન્ટમાં સાથે જોવા મળતા નથી. લાગે છે કે આલિયા ભટ્ટે રણબીરને શ્રદ્ધાથી થોડું અંતર રાખવા કહ્યું છે!
જ્યારે રણબીર કપૂરને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે હસીને કહ્યું હતું કે- તે શા માટે ના પાડશે? તમે આવી અફવાઓ ફેલાવો છો. આવું કોઈએ કહ્યું નથી, તમે માત્ર વિવાદ ઊભો કરો છો! આજકાલ મારા જીવનમાં કોઈ વિવાદ નથી. રણબીરે સ્પષ્ટ કર્યું છે કે એવું કંઈ નથી. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હકીકતમાં ડિરેક્ટર લવ રંજનનું માનવું છે કે રણબીર-શ્રદ્ધા પહેલીવાર સાથે જોવા મળશે, તેથી વધુ સારું રહેશે કે લોકો તેમને સીધા થિયેટરમાં જુએ.