મુંબઈઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની 2023 22મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ ટીમે સતત બીજી જીત મેળવી હતી, જ્યારે નિરંતર જીત મેળવતી કોલકાતાને બીજી મેચ હારવાનો સામનો કરવાની નોબત આવી છે. વાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈ ઈન્ડિયનનું નસીબ ચમકી ગયું. ટીમના સ્ટાર બેટસમેન સૂર્યકુમાર યાદવે ફુલ ફોર્મમાં રમ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના સુકાની સૂર્ય કુમાર યાદવે સુકાનપદેથી કોલકાતાની ટીમને 185 રનના સ્કોરે રોક્યું હતું, જેમાં વેંકટેશ અય્યરની શાનદાર સદી એળે કરી હતી.
બેટિંગમાં આવેલા સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરીને મુંબઈ ઈન્ડિન્સને પાંચ વિકેટથી જીત અપાવી હતી. નિરંતર બે હાર પછી મુંબઈ ઈન્ડિયન્સે જીતનો પ્રારંભ કર્યો હતો, જેમાં અગાઉની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને દિલ્હી કેપિટલે ખાતુ ખોલ્યું હતું. આજની શરુઆતની ઈનિંગમાં રોહિત શર્માની ગેરહાજરી વચ્ચે પણ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે સૂર્ય કુમારની કેપ્ટનશિપ હેઠળની ડેબ્યૂ મેચમાં પણ શાનદાર જીત અપાવી હતી.
2⃣ wins in a row for @mipaltan! 👏 👏#MI beat #KKR by 5 wickets to bag two more points! 👍 👍
Scorecard ▶️ https://t.co/CcXVDhfzmi #TATAIPL | #MIvKKR pic.twitter.com/9oYgBrF0Fe
— IndianPremierLeague (@IPL) April 16, 2023
કોલકાતા નાઈટ રાઈડર્સવતીથી વેંકટેશ અય્યરે 51 બોલમાં 104 રન માર્યા હતા, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સવતીથી ઈશાન કિશાન, સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ રમ્યો હતો. રોહિત શર્મા ભલે મેદાનમાં રમી શક્યો નહીં, પરંતુ તેને જે નિર્ણય લીધો હતો એનાથી લોકો ચોંકી ગયા હતા. ફિલ્ડિંગ ભરી નહોતી, પરંતુ ઓપનિંગમાં રમવા આવ્યો હતો. 20 રનના સસ્તા સ્કોરે આઉટ થયો હતો, ત્યાર બાદ ઈશાન કિશને પણ 21 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.
A 🔝 game and victory lap for some 🔝 fans! 💙#OneFamily #ESADay #MIvKKR #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPLpic.twitter.com/4MX4PrfMHS
— Mumbai Indians (@mipaltan) April 16, 2023