IPL 2023ની 13મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે(KKR) ગુજરાત ટાઈટન્સને(GT) ત્રણ વિકેટથી હરાવીને રોમાંચક જીત નોંધાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે કોલકાતા સામે 205 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો. કોલકાતાએ સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ સીઝનમાં ગુજરાતની આ પ્રથમ હાર છે.
KKRને જીતવા માટે છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. KKRએ છેલ્લા બોલ પર લક્ષ્ય હાંસલ કર્યો હતો. રિંકુ સિંહે 21 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. તેણે કુલ છ સિક્સર ફટકારી હતી.
Rinku Singh You beauty 😍💪💪💪💪💪💪💪👑👑👑👑👑👑👑👑 India got it’s New Finisher pic.twitter.com/GI8DTqEEXA
— Kumar gonu (@KumarGONU3) April 9, 2023
“>
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 205 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો. ગુજરાતે ચાર વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. GT તરફથી વિજય શંકરે છેલ્લી ઓવરોમાં જોરદાર બેટિંગ કરી અને 24 બોલમાં 63 રનની ઇનિંગ રમી. શંકરે પોતાની ઇનિંગમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. સાઈ સુદર્શને 53(38) અને શુભમન ગિલે 39(31) રન બનાવ્યા હતા. KKR તરફથી સુનીલ નારાયણે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ સુયશ શર્માને એક વિકેટ મળી હતી.
205 રનના જંગી ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 28 રનના સ્કોર પર ટીમની બે વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ નીતિશ રાણાએ વેંકટેશ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 100 રનની પાર્ટનરશીપ કરી KKRની આશા જીવંત કરી હતી. વેંકટેશ અય્યર 83(40) રન બનાવીને આઉટ થયો. નીતિશ રાણાએ 45(29) રન બનાવ્યા. GTના રશીદ ખાને 17મી ઓવરમાં હેટ્રિક લઈને મેચને KKRના હાથમાંથી લગભગ છીનવી જ લીધી હતી. તેણે રસેલ, નારાયણ અને શાર્દુલ ઠાકુરને સળંગ ત્રણ બોલ પર શિકાર બનાવ્યા હતા.
ત્યાર બાદ છેલ્લી ઓવરમાં KKRને જીતવા માટે 29 રનની જરૂર હતી ટીમના ચાહકો એ આશા ગુમાવી જ દીધી હતી ત્યારે રિંકુ સિંહે કમાલ બતાવ્યો હતો. રિંકુ સિંહે છેલા પાંચ બોલ પર સતત પાંચ સિક્સર ફટકારીને KKRને જીત અપાવી હતી. તેણે 21 બોલમાં 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
RINKU SINGH, TAKE A BOW. pic.twitter.com/LpDP1IaZmq
— Johns. (@CricCrazyJohns) April 9, 2023
“>