લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ખાતે ગઈ કાલે રાત્રે લખનૌ સુપર જાયન્ટ્સ(LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2023ની 10મી મેચ રમાઈ હતી. જેમાં LSGનો 5 વિકેટે વિજય થયો હતો. LSGની ત્રણ મેચમાં આ બીજી જીત છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 121/8 રન બનાવ્યા હતા. SRH તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. SRHના બેટ્સમેનનું પ્રદર્શન નબળું રહ્યુ હતું. LSGએ 16 ઓવરમાં જ 127 ફટકારીને જીત મેળવી હતી હતી. LSG તરફથી કેપ્ટન કે.એલ.રાહુલે સૌથી વધુ 35 રન (31 બોલ) બનાવ્યા હતા. બીજી તરફ હૈદરાબાદ તરફથી આદિલ રાશિદે 2 અને ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિકને 1-1 વિકેટ મળી હતી.
LSGના કૃણાલ પંડ્યાએ હૈદરાબાદની પ્રથમ ત્રણ ખેરવી હતી. સાથે અમિત મિશ્રાએ પણ 2 વિકેટ ઝડપી હતી. મેચ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે બંને ટીમો વચ્ચે રસાકસીભર્યો મુકાબલો થશે, પરંતુ કૃણાલ પંડ્યાએ હૈદરાબાદની આશા પર પાણી ફેરવતા પ્રથમ 3 વિકેટ લઈને ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી. SRH 20 ઓવરમાં માંડ 121 રન સુધી પહોંચી શકી હતી. SRHએ સારી બોલિંગ કરી હતી, જો ટીમ બેટિંગમાં 160 કે 170 રન બનાવી શકી હોત તો LSG મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હતું. કારણ કે 122 રનના લક્ષ્યાંકનો પીછો કરતા LSGએ 5 વિકેટ ગુમાવી દીધી હતી.