IPLની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કોલકતા નાઈટ રાઈડર્સે તેની સતત ત્રીજી જીત નોંધાવવા અને 10 ટીમના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બંને ટીમના 11 મેચમાં સમાન 10-10 પોઈન્ટ છે, પરંતુ સારા રનરેટના કારણે રાજસ્થાન પાંચમા અને કલકતા નાઈટ રાઈડર્સ છઠ્ઠા નંબરે છે. જોકે, આજની મેચમાં યુઝવેન્દ્ર ચહલે કોલકતા નાઈટ રાઈડરના કેપ્ટન નીતિશ રાણાને આઉટ કરીને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે, જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ દરમિયાન તેણે ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો હતો.
IPL 2023માં ભારતીય ટીમ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં ઈતિહાસ રચ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં યુઝવેન્દ્ર ચહલે નવો રેકોર્ડ બનાવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ અને કેકેઆર વચ્ચેની આ મેચમાં ચહલે એક વિકેટ લેતાની સાથે જ એક વિકેટ લીધી હતી. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. તેણે આ મામલે ફાસ્ટ બોલર ડ્વેન બ્રાવોને હરાવ્યો હતો. બ્રાવોએ આઈપીએલમાં 183 વિકેટ ઝડપી હતી, પરંતુ હવે એક વિકેટ સાથે ચહલના નામે 184 વિકેટ છે.
વર્તમાન સિઝનમાં યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શનની વાત કરીએ તો તેણે આક્રમક બોલિંગ કરી છે. ચહલે અત્યાર સુધીમાં રમાયેલી 12 મેચમાં 18 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 19.33ની એવરેજ અને 8.12ની ઈકોનોમીથી બોલિંગ કરી. આ સાથે તે બે વખત 4 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્પેલ 17 રનમાં 4 વિકેટ રહ્યો છે.