કેમરન ગ્રીને તોફાની બેટિંગ, 47 બોલમાં 100 રન બનાવીને રહ્યો નોટ આઉટ
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલી આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 201 રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો, જેમાં રોહિત શર્માની ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી.
આજની આઈપીએલ 2023ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને આઠ વિકેટતી હરાવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત મેચમાં મુંબઈને જીત માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે અઢાર ઓવરમાં અચીવ કર્યો હતો. મુંબઈની જીતના હીરો કેમરન ગ્રીન રહ્યો હતો, જેમાં ગ્રીને નોટઆઉટ રહીને 100 રન (આઠ છગ્ગા અને આઠ ચોગ્ગા) બનાવ્યા હતા. 201 રનનો ટાર્ગેટ અચીવ કરવા માટે મુંબઈની શરુઆત ખરાબ રહી હતી, જેમાં ત્રીજી ઓવરમાં ઈશાન કિશનની વિકેટ પડી હતી. ઈશાન ફક્ત 14 રન બનાવીને ભુવનેશ્વરે હેરી બ્રૂકના હાથમાં કેચ આઉટ કર્યો હતો. ત્યાર બાદ રોહિત શર્મા અને કેમરુન ગ્રીને 128 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ 38 બોલમાં 56 રન બનાવ્યા હતા, જેમાં આઠ ચોગ્ગા અને એક સિકસ ફટકારી હતી.
સૂર્ય કુમાર યાદવ પણ નોટ આઉટ રહીને 53 રનનું યોગદાન નોંધાવ્યું હતું, તેનાથી મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે પ્રોત્સાહન મળ્યું હતું. સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 25 રન બનાવ્યા હતા. ગ્રીને સરેરાશ 47 બોલમાં 100 રન બનાવ્યા હતા, જેમાં આઠ છગ્ગા અને આઠ ચોગ્ગા માર્યા હતા. ગ્રીને ટવેન્ટી-ટવેન્ટીમાં પહેલી સદી નોંધાવી હતી. અહીં એ જણાવવાનું કે વાનખેડે ખાતેની મેચમાં ટોસ હારીને બેટિંગમાં આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર શરુઆત કરી હતી. આઈપીએલમાં ડેબ્યૂ કરનારા વિવરાંત શર્મા અને મયંક અગ્રવાલે પહેલી વિકેટ માટે 13.5 ઓવરમાં 140 રનની ભાગીદારી નોંધાવી હતી. મયંક અગ્રવાલે 46 બોલમાં 83 રન નોંધાવ્યા હતા. વિવરાંત શર્મા (69 રન)ના આઉટ થયા પછી તબક્કાવાર વિકેટ પડી હતી. હૈદરાબાદવતીથી ગ્લેન ફિલિપ્સ (એક રન), હેનરિક ક્લાસેન (18) હેરી બ્રૂક (શૂન્ય રને) આઉટ થયા હતા.