ઈન્ડિયન પ્રીમિયર લીગ ભારતમાં શરૂ થવા જઈ રહી છે અને ટીમો પોતપોતાના કેમ્પમાં તેનો પરસેવો પાડી રહી છે. દરમિયાન કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ હજુ ટીમમાં જોડાયા નથી. દક્ષિણ આફ્રિકા IPLની શરૂઆતમાં નેધરલેન્ડ સામે શ્રેણી રમશે. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ 31 માર્ચ અને 2 એપ્રિલે નેધરલેન્ડ સામેની શ્રેણી પછી ભારતમાં પોતપોતાની ફ્રેન્ચાઇઝીમાં જોડાશે. દ. આફ્રિકાના ખેલાડીઓ પોતપોતાની ટીમ માટે ખૂબ જ ખાસ છે.
IPL દરમિયાન કોઈપણ દેશ દ્વિપક્ષીય શ્રેણી રમતો નથી. તેઓ જાણે છે કે ખેલાડીઓ IPL રમવા માંગે છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને સમર્થન આપે છે. એક રીતે જોઇએ તો IPL કેલેન્ડરને ICC ઇવેન્ટની જેમ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે IPL દરમિયાન માત્ર પાકિસ્તાન જ સિરીઝનું આયોજન કરી શકે છે, પણ દક્ષિણ આફ્રિકા સતત બીજા વર્ષે આ યાદીમાં સામેલ થયું છે. યા વર્ષે પણ તેણે બાંગ્લાદેશ તરફથી ટેસ્ટ શ્રેણી રમી હતી. જો કે, તે સમયે ખેલાડીઓને આઈપીએલ અથવા દેશ પસંદ કરવાની સ્વતંત્રતા હતી, પરંતુ આ વખતે એવું નથી. દક્ષિણ આફ્રિકાની દલીલ છે કે તે હજુ સુધી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય નથી થયું અને તેના માટે દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પહેલીવાર નથી કે જ્યારે CSA (દ. આફ્રિકા) IPLની સાથે સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીમાં રમવું પડ્યું હોય. ગયા માર્ચમાં બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ શ્રેણીની શરૂઆત સમયે જ IPL હતી, પરંતુ CSA એ ખેલાડીઓને રહેવા અથવા ભારતમાં આઇપીએલમાં રમવા જવાનો વિકલ્પ આપ્યો હતો અને ખેલાડીઓએ પણ IPL માટે ઉપલબ્ધ રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ આ વખતે CSA પાસે શ્રેષ્ઠ ટીમને મેદાનમાં ઉતારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો કારણ કે વર્લ્ડ કપની જગ્યા દાવ પર હતી.
કઇ ટીમને કેટલું નુકસાન:
સનરાઇઝર્સ હૈદરાબાદ: એઇડન માર્કરામ, માર્કો જેનસેન, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સન
પંજાબ કિંગ્સ: કાગીસો રબાડા
લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક
ગુજરાત ટાઇટન્સ: ડેવિડ મિલર
દિલ્હી કેપિટલ્સ: લુંગી એન્ગિડી, એનરિચ નોર્ટજે
ચેન્નાઈ સુપર કિંગ્સ: સિસાંડા મગાલા