મુંબઈઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સ ઈલેવને મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું. આ મેચમાં અર્શદીપ સિંહ હીરો બન્યો હતો. જોકે, રસપ્રદ બાબત એ છે કે આ મેચમાં અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં બે વિકેટ ઝડપીને પંજાબને ફાયદો કરાવ્યો હતો, પરંતુ સૌથી મોટો ફટકો મુંબઈ ઈન્ડિયન્સને નહીં, પણ બીસીસીઆઈને લાખો રુપિયાનું નુકસાન કરાવ્યું હતું. વિગતે વાત કરીએ પંજાબ કિંગ ઈલેવને મુંબઈ ઈન્ડિયન્સ સામે 214 રનનો સ્કોર નોંધાવ્યો હતો. અર્શદીપ સિંહે શાનદાર બોલિંગને કારણે છેલ્લી ઓવરમાં પંજાબે 13 રનથી મુંબઈને હરાવ્યું હતું. અર્શદીપે ઘાતક બોલિંગ કરીને ચાર ઓવરમાં 29 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જેમાંથી બે વિકેટ ફક્ત છેલ્લી ઓવરમાં લીધી હતી.
છેલ્લી ઓવરમાં બે બોલમાં અર્શદીપે બે બેટસમેનને બોલ્ડ કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં 16 રનની જરુરિયાત હતી. ક્રીઝ પર ટીમ ડેવિડની સાથે તિલક વર્મા ક્રીઝ પર રમતા હતા, જ્યારે અર્શદીપે ત્રીજા બોલ પર તિલક વર્માને બોલ્ડ કર્યો હતો. આ બોલની એટલી બધી સ્પીડ હતી કે મિડલ સ્ટમ્પ તૂટી ગઈ હતી. વાત ત્યાંથી અટકી નહોતી, પરંતુ ચોથા બોલ પર મુંબઈ ઈન્ડિયન્સના નેહર વડેરાને પણ અર્શદીપે ક્લિન બોલ્ડ કર્યો હતો.અર્શદીપે આ ઓવરમાં બે રન આપ્યા હતા, જ્યારે પંજાબ ઈલેવનને જોરદાર જીત અપાવી હતી, પરંતુ બીસીસીઆઈને જોરદાર ફટકો પડ્યો હતો.
Stump breaker,
Game changer!Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
— JioCinema (@JioCinema) April 22, 2023
અર્શદીપે જે બે સ્ટમ્પ તોડી હતી, તેનાથી બીસીસીઆઈને જોરદાર નુકસાન થયું હતું, કારણ કે આ સ્ટમ્પ આધુનિક છે. આ સ્ટમ્પમાં એલઈડી આધારિત છે. એક સેટની કિંમત 30 લાખ રુપિયાની છે, જેથી બે સેટને કારણે બોર્ડને 60થી 70 લાખનું નુકસાન થયા છે. બીસીસીઆઈને જે નુકશાન થયું છે, પરંતુ અર્શદીપે લોકોનું દિલ જીતી લીધું છે. અર્શદીપની પ્રશંસા લોકો સોશિયલ મીડિયા પર પ્રશંસા કરવામાં આવી હતી.
અહીં એ જણાવવાનું કે આ આધુનિક સ્ટમ્પનો ઉપયોગ ફક્ત ટવેન્ટી-ટવેન્ટી અને વનડેમાં કરવામાં આવે છે. આ એલઈડી આધારિત સ્ટમ્પના બેલ્સમાં માઈક્રોસેન્સર સ્પીડ છે. ઉપરાંત, બેલ્સમાં એક બેટરી હોય છે, જ્યારે બોલના ટચથી લાઈટ થાય છે. સ્ટમ્પમાં કેમેરા અને માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે.