પાંચવાર ચેમ્પિયન રહી ચૂકેલ મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2023ની 22મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને પાંચ વિકેટે હરાવી આ સિઝનની બીજી જીત પોતાને નામે કરી છે. આ મેચમાં રોહિત શર્માની જગ્યાએ સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી હતી. આઇપીએલમાં પ્રથમ જ વાર કેપ્ટનશીપ કરવા ઉતરેલા સૂર્યકુમારને કેપ્ટન તરીકેની તેમની પહેલી જ મેચમાં ડંદ ભરવો પડ્યો છે.
સૂર્યકુમાર પર આ દંડ મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે થયેલી આ સિઝનની 22મી મેચમાં આચાર સંહિતાના ઉલ્લઘનને કારણે ફટકારવામાં આવ્યો છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર કોલકત્તા નાઇટ રાઇડર્સ સાથેની મેચ દરમિયાન સૂર્યકુમારની ટિમ પર ધીમી ઓવર ગતી (Slow over rate) રાખવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આપીએલમાં સ્લો ઓવર રેટ એ આચારસંહિતા મુજબ એક ગુનો છે. જોકે મુંબઇની ટિમનો આ સિઝનનો આ પહેલો ગુનો હોવાથી સૂર્યકુમાર યાદવ પર 12 લાખ રુપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
એટલું જ નહીં પણ કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન નીતીશ રાણા પર પણ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં આચાર સંહિતાના ઉલ્લધન બદ્દલ મેચ ફીના 25 ટકા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. કેકેઆરના કેપ્ટન નીતીશ રાણાનો સામેની ટીમના બોલર ઋતિક શૌકીન સાથે ઝગડો થયો હતો. તેથી તેમના પર પણ દંડ લગાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે રાણાએ આઇપીએલની આચાર સંહિતાના અનુચ્છેદ 2.21 અંતર્ગત લેવલ 1ના ગુનાનો સ્વિકાર કર્યો છે. ત્યારે બીજી બાજુ મુંબઇ ઇન્ડયન્સના ઋતિક શૌકીન પર પણ આચાર સંહિતાના ઉલ્લઘન બદ્દલ મેચ ફીના 10 ટકાનો દંડ ફટારવામાં આવ્યો છે.
શૌકીને આઇપીએલની આચાર સંહિતા 2.21 અંતર્ગત લેવલ 1નો ગુનો કબૂલ કરતાં તેમને દંડ ફટરાવમાં આવ્યો છે. આચાર સંહિતાના લેવલ 1ના ઉલ્લધન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકારક હોય છે. રાણાની વિકેટ લીધા બાદ શૌકીન તેમની ટીમ સાથે વિકેટ સેલીબ્રેટ કરી રહ્યો હતો એ વાત કદાચ રાણાને ગમી નહીં અને તેણે ગુસ્સામાં શૌકીનને અપશબ્દો કહ્યાં હતાં.