દરેક વ્યક્તિની એક દિલી તમન્ના તો હોય જ છે કે તે જેમ બને તેમ જલદીમાં જલદી અમીર બની જાય, પણ આમ કરોડો રૂપિયા કમાવવા કે રાતો રાત ધનવાન બની જવું એ કંઈ ખાવાના ખેલ નથી. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે અને આવી સ્થિતિમાં આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ આપીશું કે માહિતી જણાવીશું. જેને કારણે તમે કેવી રીતે કરોડો રૂપિયાના માલિક બની શકો છો એની માહિતી તમને મળી રહેશે. તમે કેટલીક પરંપરાગત પદ્ધતિઓ અજમાવીને તમારા પૈસા ઝડપથી વધારી શકો છો. આવો જાણીએ શું છે આ ટિપ્સ કે જે તમને રાતોરાત માલામાલ બનાવશે…
ઈન્ડેક્સ ફંડ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે. આમાં તમને ઇન્વેસ્ટમેન્ટ પર ખૂબ સારું રીટર્ન મળે છે. આ ફંડમાં રોકાણ કરીને તમે અમીર બની શકો છો.
જો તમે પૈસા કમાવા માંગો છો અને વિચારી રહ્યા છો કે શું કરવું જેથી તમે અમીર બનો તો તમારી પાસે આ એક ગોલ્ડન ચાન્સ છે. તમે ઇન્ડેક્સ ફંડમાં એકવાર રોકાણ કરીને પછી તેને લાંબા સમય માટે ભૂલી જાવ અને તમારી આ ધીરજ મીઠા ફળ આપશે. આ રોકાણને લાંબા સમય પછી જોશો, તો તેમાં મોટો વધારો જોવા મળશે. લાંબા ગાળાના રોકાણ પર કમાણી કરવાની વધુ તકો છે.
ઈન્ડેક્સ ફંડ તમારા માટે રોકાણ કરવાની સારી રીત છે. ઇન્ડેક્સ ફંડમાં લાંબા સમય માટે 12થી 15 ટકા રિટર્ન આપે છે. તમે ઈન્ડેક્સ ફંડમાં નાનું રોકાણ પણ કરી શકો છો. આ ફંડમાં રોકાણ કરવાથી તમને સારો નફો જોવા મળશે.
તમે જેટલું જલદી આ ફંડમાં રોકાણ કરશો એટલું જલદી તમને રિટર્ન મળશે. જો તમે નિવૃત્તિ પહેલાં નાણાંનું રોકાણ કરો છો, તો તમે નિવૃત્તિ સુધી લાખો રૂપિયાની સારી એવી રકમ બચાવી શકશો. આ ફંડમાં તમને કમ્પાઉન્ડિંગનો લાભ પણ મળે છે.