(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુનાઈટેડ નેશન્સ દ્વારા ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે, તે નિમિત્તે રવિવારે નાશિકમાં ૪,૦૦૦ કિલોગ્રામ સામો તૈયાર કરવામાં આવ્યો હતો.
ભારતની વિનંતીને માન આપીને ૨૦૨૩ના વર્ષને યુનાઈટેડ નેશને ૨૦૨૩ને ‘ઈંટરનેશનલ યર ઓફ મિલેટ’ તરીકે જાહેર કર્યું છે.
અહેવાલ મુજબ જાણીતા શેફ વિષ્ણુ મનોહરના નેતૃત્વમાં નાશિકમાં ૪૦૦ કિલોગ્રામ સામો, ૨૫૦ ગ્રામ બટાટા, ૩૭ કિલોગ્રામ મીઠું, ૧૨૫ કિલોગ્રમ તેલ, ૨,૭૦૦ લિટર પાણી, ૪૦૦ કિલોગ્રામ દહી, ૧૦૦ લિટર દૂધ અને ૨૨૫ કિલોગ્રામ શિંગદાણા, ૧૨ કિલોગ્રામ જીરું સાથે સામો બનાવવામાં આવ્યો હતો, જેમાં ૧૬ રસૌયાએ મળીને તૈયાર કર્યો હતો.
૧૦ ફૂટ ત્રિજયાવાળા પૅનવાળા વાસણમાં આ સામો તૈયાર કરવામાં આવ્યો હતો. નાગપૂરથી લાવવામાં આવેલા આ વાસણનું વજન ૧.૫ ટન હતુંં. ૨૨ કિલોગ્રામ વજનના ત્રણ મોટા ચમચાથી સામો તૈયાર કરવામાં આવ્યો હતો.
ગરીબોના કલ્યાણ સાથે સંકળાયેલી વિવિધ એનજીઓ તેમજ મેડિકલ કોલેજો અને આવા અન્ય એકમો દ્વારા ગરીબ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.