મુંબઈ: આગામી મે અથવા જૂન મહિના સુધીમાં એરક્રાફટ કેરિયર આઈએનએસ વિક્રાંતની સાથે વિમાનનું એકીકરણ કરવામાં આવશે, એમ નૌકાદળના સ્ટાફના વડા એડમિરલ આર. હરિકુમારે બુધવારે જણાવ્યું હતું.
અલબત્ત, ચોમાસા પૂર્વે મે અથવા જૂન મહિના સુધીમાં આઈએનએસ વિક્રાંતની સાથે એકક્રાફ્ટનું એકીકરણ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ એરક્રાફ્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ કેરિયરની શરૂઆત કરવામાં આવી છે. હવે એરક્રાફ્ટની એકીકરણનો ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ખડકવાસલા સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)ની ૧૪૩મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરવામાં આવ્યા પછી તેમણે પત્રકારોને કહ્યું હતું કે હવે એરક્રાફ્ટ ઈન્ટિગ્રેશન (એકીકરણ)નું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. અમારે સૌથી પહેલા એ બાબતનું પરીક્ષણ કરવાનું છે, જેમાં એરક્રાફ્ટ લેન્ડિંગ સિસ્ટમના સંબંધિત છે. તેના સંબંધમાં પરીક્ષણ ચાલુ છે. સામાન્ય રીતે વિમાનના એકીકરણમાં વિમાન ચાલુ કર્યાના છથી સાત મહિનાનો સમય લાગી શકે છે.
ભારતીય નૌકાદળના આધુનિકીકરણનો કાર્યક્રમ છે. અમારું સૌથી નાનું જહાજ 1960માં સ્વદેશી ટેકનોલોજીના આધારે ચાલુ કરવામાં આવ્યું હતું, ત્યારથી લઈને આજની તારીખ સુધીમાં અમે મોટા મોટા જહાજનું નિર્માણ કાર્ય કરી રહ્યા છીએ, ત્યાર બાદ અમે વિધ્વંસક/વિનાશક જહાજનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. સૌથી મહત્ત્વની વાત કરીએ તો આધુનિક એરક્રાફ્ટ કેરિયર 76 ટકા સ્વદેશી છે, જે રાષ્ટ્ર માટે સૌથી મોટી સિદ્ધિ છે. એનડીએમાં મહિલા કેડેટની પહેલી બેચને સામેલ કરવા મુદ્દે તેમણે કહ્યું હતું કે સેના લૈંગિક રૂપે પણ તટસ્થ વલણ ધરાવે છે. કોમ્બેટ સર્વિસમાં પણ અગાઉથી મહિલાઓ પણ છે. એટલું જ નહીં, નૌકાદળ સહિત લશ્કરમાં મહિલા અધિકારીનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.