Homeદેશ વિદેશકેમ પાકિસ્તાની હોવાનો અફસોસ છે આ પાકિસ્તાની યુવકને?

કેમ પાકિસ્તાની હોવાનો અફસોસ છે આ પાકિસ્તાની યુવકને?

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કારણ…

1947માં જ ભારત અને પાકિસ્તાનનું વિભાજન થઈ ગયું હતું. આ વિભાજન બાદમાં કેટલાક મુસલમાન ભારતથી જઈને પાકિસ્તાન વસી ગયા તો કેટલાક અહીં જ રહી ગયા. એ જ રીતે હિંદુઓ પણ પાકિસ્તાનથી ભારત પાછા આવ્યા હતા, તો અમુક લોકો ત્યા જ રહી ગયા. વિભાજનના સાત દાયકા બાદ આજે બંને દેશની કહાની ખૂબ જ અલગ-અલગ છે. એક દેશ જ્યાં પોતાની આર્થિક પ્રગતિથી દુનિયાને ચોંકાવી રહ્યો છે તો બીજો હજી પણ સંકટોથી ઘેરાયેલો છે. જ્યાં ક્યારેક દેવાળું ફુંકવાનો ખતરો તો ક્યારેક તખ્તાપલટનો ડર સતાવી રહ્યો છે. આ બધા વચ્ચે હવે કેટલાક લોકો જેના પૂર્વજોએ વિભાજન સમયે પાકિસ્તાન પસંદ કર્યું, તેના નિર્ણય પર તેમના વંશજો સવાલ ઉઠાવી રહ્યા છે. આવો જ એક ઇન્ફ્લુએન્સર છે સયાન અલી. સયાન અલી અમેરિકામાં રહે છે અને પાકિસ્તાની મૂળનો છે. સયાન હંમેશા જ ભારતની પ્રશંસામાં સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતો રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમી પણ ભારત છોડવા માટે પોતાના દાદાના નિર્ણયની ટીકા કરી ચુકી છે અને તેણે સોશિયલ મીડિયા પર આ બાબતે પોસ્ટ કરતાં દાદાજીએ વાટ લગાવી દીધી એવી ટિપ્પણી કરી હતી.

આ જ શ્રુખલામાં આગળ વધતા સયાને પણ હાલમાં ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. તિરંગાની સાથે તેના ફોટોને નેટિઝન્સ ભરભરીને લાઇક્સ અને કમેન્ટ આપી રહ્યા છે. આ ફોટો સાથે તેણે એક લાંબી પોસ્ટ પણ કરી હતી અને તેણે લખ્યું હતું કે- ‘દુનિયામાં પાકિસ્તાન જેવી કોઈ વસ્તુ નથી. પાકિસ્તાનની સ્થાપના ધર્મના આધાર પર કરવામાં આવી નહીં કે એટલા માટે કે દુનિયાને તેની જરૂર હતી.’ આ પોસ્ટમાં સયાનનું દર્દ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તેણે આગળ એવું પણ લખ્યું હતું કે મારા દાદા-દાદીએ ભારતની જગ્યાએ પાકિસ્તાનને માત્ર એટલા માટે પસંદ કર્યું કારણ કે તેઓ મુસલમાન હતા. પાકિસ્તાન જવું એ મારા દાદા-દાદીની સૌથી મોટી ભૂલ હતી. સયાનની પોસ્ટ વાંચ્યા બાદ એવું લાગી રહ્યું છે કે તેને પાકિસ્તાની હોવાનો કેટલો બધો અફસોસ છે. તેણે પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે જો હું પાકિસ્તાનની જગ્યાએ ભારતમાં હોત તો મને સુરક્ષાના કારણોસર પોતાનો દેશ છોડવાની વારી નહીં આવતે. મુસલમાન અને હિન્દુ ક્યારેય દુશ્મન નહોતા. કેટલાક અસામાજિક લોકો જ હતા કે જેઓ આ બંને સમુદાયોને અલગ કરવા ઈચ્છતા હતા. સયાના જણાવ્યા પ્રમાણે કેટલીક બહારની તાકાતો અખંડ ભારતને જોઈને ડરી ગઈ હતી અને દુર્ભાગ્યે એક સુંદર અને લગભગ સૌથી શક્તિશાળી રાષ્ટ્રને વિભાજીત કરવામાં તેઓ સફળ પણ રહ્યા હતા.

સયાનનું એવું પણ માનવું છે કે સરળ શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન એક દેશ પણ નથી કારણ કે એક દેશની પોતાની સંસ્કૃતિ હોય છે. વર્ષ 1947માં વિભાજન બાદ પાકિસ્તાનની સંપૂર્ણ સંસ્કૃતિ માત્ર ભારતીય સંસ્કૃતિની નકલ હતી. એવું એટલા માટે કારણ કે જે લોકોએ ભારતથી જમીનના આ ટુકડાને અલગ કર્યો, તેમનામાં પોતાની સંસ્કૃતિ નિર્માણની ક્ષમતા નહોતી. તેઓ માત્ર હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે નકારાત્મકતા ફેલાવવા ઈચ્છતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ખૂબ મોટો ફેન છે. હાલમાંજ હનુમાન જયંતી પર તેનો હનુમાન ચાલીસાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -