Homeવેપાર વાણિજ્યભારતના આર્થિક વિકાસ સામે ફુગાવો મોટો અવરોધ: આઇએમએફ

ભારતના આર્થિક વિકાસ સામે ફુગાવો મોટો અવરોધ: આઇએમએફ

નવી દિલ્હી: ભારતની આર્થિક વ્યવસ્થા મજબૂત હોવા છતાં મોંધવારી એક મોટો પડકાર હોવાનો મત આઇએમએફએ જાહેર કર્યો છે. આ વૈશ્ર્વિક સંસ્થાએ પોતાના તાજેતરના રિપોર્ટમાં ભારતનો રિટેલ ફુગાવો ૨૦૨૪માં ૪.૯ ટકા અને ૨૦૨૫માં ૪.૪ ટકા રહેવાની ધારણા જાહેર કરી છે.
કોરોના મહામારીના કપરાકાળમાંથી ઝડપથી બહાર આવીને હવે મોંઘવારી સામે પણ મક્કમ લડત આપીને ભારતની અર્થવ્યવસ્થા વિશ્ર્વની સૌથી મજબૂત અને સૌથી ઝડપથી અર્થવ્યવસ્થા તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા સજ્જ હોવાનું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે.
આઈએમએફએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજમાં ૨૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને તે નવા વર્ષે ૫.૯ ટકા રહેવાનો અંદાજ વ્યકત કર્યો છે, જે અગાઉ ૬.૧ ટકા હતો.
વૃદ્ધિદરના લક્ષ્યાંકમાં ઘટાડો કર્યા બાદ અને રિઝર્વ બેન્ક કરતા પણ ઓછો અંદાજ મુક્વા છતા આઈએમએફએ કહ્યું કે ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા જ રહેશે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર ૨૦૨૨-૨૩માં વૃદ્ધિ દર સાત ટકા અને ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૪ ટકા રહી શકે છે. સામે પક્ષે વર્લ્ડ બેન્કના અંદાજ મુજબ ૨૦૨૩-૨૪માં ભારતની અર્થવ્યવસ્થા ૬.૩ ટકાના દરે, એશિયન ડેવલપમેન્ટ બેન્ક અનુસાર ૬.૪ ટકાના દરે વધશે. ૧૧ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા આઈએમએફના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ૨૦૨૪-૨૫ માટે ભારતના વિકાસ અનુમાનને ૫૦ બેસિસ પોઈન્ટથી ઘટાડીને ૬.૩ ટકા કર્યો છે. આઈએમએફએ ભારતનો રિટેલ ફુગાવો ૨૦૨૪ ૪.૯ ટકા અને ૨૦૨૫માં ૪.૪ ટકા રહેવાની ધારણા મુકી છે. આઈએમએફએ વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા માટે પણ અંદાજ ૧૦ બીપીએસ ઘટાડીને ૨૦૨૩માં ૨.૮ ટકા અને ૨૦૨૪માં ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામશે તેમ જણાવ્યું છે.
ગ્લોબલ ઈન્ફલેશન ૨૦૨૨ના ૮.૭ ટકાથી ઘટીને આ વર્ષે સાત ટકા અને ૨૦૨૪માં ૪.૯ ટકા થઈ શકે છે. વિશ્ર્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન ૨૦૨૩માં ૫.૨ ટકા અને ૨૦૨૪માં ૪.૫ ટકા વધવાની ધારણા સાથે ચીનનું વૃદ્ધિ અનુમાન યથાવત્ રાખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -