મુંબઈઃ નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA) દ્વારા આપવામાં આવી માહિતી અનુસાર પોલીસે એક શંકાસ્પદ આંતકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએ દ્વારા આપવામાં આવેલી માહિતાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ આંતકવાદી સરફરાઝ મેમણની ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં એક શંકાસ્પદ વ્યક્તિની હાજરીની માહિતી એનઆઈએ દ્વારા મુંબઈ પોલીસને આપવામાં આવી હતી. એનઆઈએની માહિતીને આધારે જ ઈન્દોર પોલીસે સરફરાઝ મેમણની ધરપકડ કરવામાં આવી હતી. સરફરાઝની પુછપરછ માટે મહારાષ્ટ્ર એટીએસની ટીમ ઈન્દોર પહોંચી ગઈ છે.
સરફરાઝ ચીન અને પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઈને ભારત આવ્યો હોવાની માહિતી એનઆઈએને મળી હતી અને તેમણે આ માહિતી મુંબઈ પોલીસ અને અન્ય સિક્યોરિટી એજન્સીને આપી હતી. આ માહિતીના આધારે મુંબઈ પોલીસ, એટીએસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી હતી અને એમાં સફળતા મળી હોઈ ઈન્દોર પોલીસે સરફરાઝને તાબામાં લીધો હતો. હવે મહારાષ્ટ્રની એટીએસ ટીમ ઈન્દોર પહોંચી છે અને તેઓ સરફરાઝની પુછપરછ કરશે.
મુંબઈ હંમેશાથી જ આંતકવાદી સંગઠનોના ટાર્ગેટ પર રહ્યું છે અને 26-11ના હુમલા બાદ સિક્યોરિટી એજન્સીઓએ મુંબઈ શહેરને આંતકવાદી હુમલાથી હંમેશા જ બચાવવાનો પ્રયાસ કર્યો છે. દરમિયાન હવે તાબમાં લેવાયેલા શંકાલ્પદ આંતકવાદી સરફરાઝ મેમણની તપાસ બાદ જ વધુ માહિતી મેળવી શકાશે.