India’s unemployment rate rises to 8.30% in December
દેશમાં મોંઘવારીમાં વધારાની સાથે સાથે બેકારી દરમાં વધારો થવાની બાબત આમ આદમીની સાથે સરકાર માટે ચિંતાજનક બાબત છે, જે અંતર્ગત ગયા વર્ષના ડિસેમ્બરમાં બેકારી દરમાં વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં ભારતમાં બેકારી દર વધીને 8.30 ટકાની સપાટીએ પહોંચ્યો છે, જે અગાઉના મહિના દરિમયાન આઠ ટકા હતો, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના અહેવાલમાં રવિવારે જણાવ્યું હતું.
બેકારી દરમાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. 16 મહિનામાં સૌથી વધારે દર નોંધાયો છે. એ જ રીતે ગ્રામીણ બેકારી દર ઘટીને 7.44 ટકા નોંધાયો છે, જે અગાઉના મહિનામાં 7.55 ટકા હતો. એની તુલનામાં શહેરી બેકારી દમાં વધીને 10.09 ટકાની સપાટીએ પહોંચ્યો છે, જે અગાઉના મહિનામાં 8.96 ટકા છે. જોકે આ મુદ્દે નિષ્ણાતે સ્પષ્ટતા કરી હતી ગયા વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર (ત્રિમાસિક મહિના)માં બેકારી દર 7.2 ટકા રહ્યો છે, જ્યારે અગાઉ 7.6 ટકા હતો.