ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આજે નિવૃત્તિની અચાનક જાહેરાત કરીને સૌને આંચકો આપ્યો હતો. સાનિયાની નિવૃત્તિની જાહેરાતને કારણે તેના લાખો ચાહકોને નિરાશા મળી છે. પહેલા એવી અટકળો હતી કે ફેબ્રુઆરીમાં યોજાનારા ડબલ્યુટીએ 1000 દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ પછી નિવૃત્તિ જાહેર કરશે, પરંતુ અચાનક જાહેરાત કરી દીધી છે. જોકે, 16મી જાન્યુઆરીના યોજાનાર ઓસ્ટ્રેલિયન ઓપન સાનિયાની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. 19 ફેબ્રુઆરીના 1000 દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ પછી સન્યાંસ લેવાની શક્યતા હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપન મારફત લાસ્ટ ટૂર્નામેન્ટ રમશે. તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરતા સાનિયા મીરઝાએ લાંબો લેટર લખ્યો છે, જેમાં પોતાના મનની વાત જાહેર કરી છે. 36 વર્ષની સાનિયા મિર્ઝાએ ટવિટર પર પોસ્ટ કરીને નિવૃત્તિની જાણકારી આપી હતી.
Life update 🙂 pic.twitter.com/bZhM89GXga
— Sania Mirza (@MirzaSania) January 13, 2023
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની કારકિર્દીની શરુઆત છ વર્ષથી થઈ હતી. સાનિયા મિર્ઝાએ લખ્યું હતું કે 30 વર્ષ પહેલા હૈદરાબાદની નસ્ન સ્કૂલની છ વર્ષની ઉંમરે પોતાની માતા સાથે નિઝામ ક્લબમાં ટેનિસ કોર્ટમાં જોવા મળી હતી અને કોચને આગ્રહ કરીને ટેનિસ શીખી હતી. કોચને પણ લાગ્યું હતું કે આ છોકરી હજુ નાની છે. સાનિયાએ લખ્યું છે કે મારા સપનાઓ માટેની લડાઈ સવારે છ વાગ્યાથી શરુ થઈ હતી. મારી સામેના તમામ અવરોધો પછી બહુ અપેક્ષાની સાથે એક દિવસે એક ગ્રાન્ડ સ્લેમ રમવા અને પોતાના દેશના સન્માનની સાથે દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોવાની હિંમત કરી હતી. જેમ કે હું હવે મારી કારકિર્દીને જોઉ છું, મને ફક્ત ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની અડધી શતાબ્દીથી સૌથી વધારે સારી રીતે રમવાની તક મળી હતી, જ્યારે હું નસબીદાર છું કે ભગવાનની કૃપાથી તેમાંથી જીતી હતી.
દેશ માટે પદક જીતવાનું સૌથી મોટા સન્માનની વાત હતી એમ જણાવતા સાનિયા લખે છે કે દેશ માટે પદક જીતવાની વાત મારા માટે સૌથી મોટું સન્માન હતું અને પોડિયમ આગળ ઊભી રહેવાનું પણ મને ગૌરવ છે. આગળ કહે છે કે આ લખતા મારી આંખોમાં આંસુઓ છલકાય છે અને મારા રુવાંડા પણ અદ્ધર થઈ જાય છે. મારા માતાપિતા, બહેન, મારો પરિવાર, મારા કોચ, મારા કોચ, પ્રશંસકો, સમર્થકો, સહયોગીઓ અને મારી પૂરી ટીમના ટેકા વિના આ શક્ય નહોતું, જે લોકો મારી સાથે સારા અને નરસા સમયમાં સાથે રહ્યા હતા.