Homeદેશ વિદેશઅમેરિકી રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ કરવા બદલ ભારતીય મૂળના કિશોરની ધરપકડ

અમેરિકી રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ કરવા બદલ ભારતીય મૂળના કિશોરની ધરપકડ

રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મારી નાખવાની ધમકી આપવાનો આરોપસર ભારતીય મૂળના એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આ કિશોરની ઓળખ મિઝોરીના સેન્ટ લૂઇસ ઉપનગરમાં આવેલા ચેસ્ટરફિલ્ડના 19 વર્ષીય સાઈ વર્ષિત કંડુલા તરીકે થઈ હતી. તે મૂળ આંધ્રપ્રદેશ અથવા તેલંગાણાનો વતની છે. કંડુલા ભાડાની ટ્રક લઇને આવ્યો હતો અને વ્હાઇટ હાઉસ હાઉસના અવરોધો તોડીને અંદર ઘુસ્યો હતો. તેની તુરંત જ ધરપકડ કરવામાં આવી હતી.

યુએસ સિક્રેટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોક્સ ટ્રકના ડ્રાઈવરે સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ લાફાયેટ સ્ક્વેરની ઉત્તર બાજુએ આવેલા અવરોધને તોડી નાખ્યો હતો. તેની ક્રેશ થયેલી ટ્રકમાં નાઝી ધ્વજ હતો. તેણે આ ધ્વજ ઓનલાઈન ખરીદ્યો હતો. કંડુલા નાઝીઓના “મહાન ઈતિહાસ” તેમજ તેમના “સરમુખત્યારશાહી સ્વભાવનો પ્રશંસક છે.

ધરપકડ કરાયેલ 19 વર્ષીય નિયો-નાઝી કંડુલાએ કથિત રીતે એફબીઆઈને કહ્યું છે કે તે યુએસ પ્રમુખ જો બિડેનને મારીને સત્તા કબજે કરવા, માંગે છે”. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. આ ઘટના સમયે અમેરિકન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં જ હતા એમ જાણવા મળ્યું છે.

યુ.એસ. પાર્ક પોલીસે જણાવ્યું હતું કે કંડુલાની રાષ્ટ્રપતિ, ઉપપ્રમુખ અથવા તેમના પરિવારના સભ્યને મારી નાખવાની, અપહરણ કરવાની અથવા નુકસાન પહોંચાડવાની ધમકી, ખતરનાક હથિયારથી હુમલો, ખરાબ વાહન ચલાવવું, સંપત્તિનો વિનાશ કરવો અને અતિક્રમણ સહિતના અનેક આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -