દુબઇ: ભારતના યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે જાન્યુઆરી મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીત્યો હતો. તેણે ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેને પછાડીને આ ખિતાબ જીત્યો હતો.
ગિલે જાન્યુઆરી મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વનડેમાં બેવડી સદી તેમજ ટી૨૦માં સદી ફટકારી અને હવે તે મહિનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો છે.
શુભમન ગિલ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ન્યૂઝીલેન્ડના વિકેટકીપર ડેવોન કોનવે પ્લેયર ઓફ ધ મંથ ઍવોર્ડના
દાવેદાર હતા. (એજન્સી) ઉ