રૈયા લબીબ જીવનમાં ઠરીઠામ થવાની તૈયારીમાં છે. અભિનેત્રીને તાજેતરમાં પાકિસ્તાનની ટોચની રેટિંગ ટીવી ચેનલ દ્વારા તેમના શો સ્વયંવર માટે સાઈન કરવામાં આવી છે. આ શોમાં રૈયાને તેની પસંદગીનો જીવનસાથી મળશે અને તેની સાથે લગ્ન કરશે.
રૈયા તુર્કી-ઈરાની મૂળની અભિનેત્રી છે. જોકે, તે હાલમાં મુંબઈમાં રહે છે.
રૈયાનો જન્મ અને ઉછેર આસામમાં થયો હતો. આ પછી તે એક્ટિંગ અને મોડેલિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી ગઈ હતી. જોકે, રૈયાના દાદા-દાદી તુર્કી-ઈરાની મૂળના છે. રૈયા હબીબના મેનેજમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર રૈયા ટૂંક સમયમાં એક રિયાલિટી શોમાં જોવા મળશે જ્યાં તે તેના જીવનસાથીની પસંદગી કરશે. રૈયા એમ પણ કહે છે કે જો તેને તેની પસંદગીનો વર મળી જાય તો તેને સ્ક્રીન પર લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ, સાથે જ તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ એક શો છે.
ચેનલની સૂત્રોના જણાવ્યા અનુસાર આ શો વિશ્વભરના પ્રતિભાગીઓ માટે ખુલ્લો છે. શોમાં ભાગ લેવા માટે યોગ્ય પુરુષોને આમંત્રિત કરવામાં આવે છે. સહભાગીઓની પૂર્વ પસંદગી ઓનલાઈન કરવામાં આવશે. આ પછી ચેનલ દ્વારા શોર્ટલિસ્ટ થયેલા સ્પર્ધકો અને ફાઇનલિસ્ટને દુબઈ મોકલવામાં આવશે. આ શોનું શૂટિંગ દુબઈમાં જ એક લક્ઝુરિયસ હોટલમાં ખાસ સેટ લગાવીને કરવામાં આવશે. આ શો આગામી બે મહિનામાં પ્રસારિત થશે. આ ટીવી રિયાલિટી શોનું નામ અને ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. ચેનલ દ્વારા આ વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.