મુંબઈમાં યોજાયેલી ઇન્ડિયા- શ્રીલંકા ટી-૨૦માં આક્રમક બોલિંગ કરીને ભારતીય બોલર ઉમરાન મલ્લિકે ક્રિકેટ જગતમાં પોતાની એક આગવી ઓળખ તો ઊભી કરી જ છે પણ તેની સાથે સાથે જ તેણે આ જ મેચમાં એવું કંઈક કરી દેખાડ્યું છે કે આવું કરતબ કરનાર તે નંબર વન ખેલાડી બની ચૂક્યો છે. આ મેચમાં ઉમરાને 4 ઓવરમાં 27 રન આપીને બે વિકેટ લીધી હતી. એટલું જ નહીં તેણે આ મેચમાં એવું કશુંક કરી બતાવ્યું છે કે ભારતીય ક્રિકટ જગતના ઈતિહાસમાં પહેલી વખત કોઈએ એવી કામગીરી કરી હોય. એની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી સ્પીડમાં બોલિંગ કરનારો પહેલો ભારતીય ખેલાડી બન્યો છે ઉમરાન મલ્લિક. ઉમરાને 17મી ઓવરના ચોથા બોલ પર શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાની વિકેટ લીધી હતી. આ જ એ બોલ હતો કે જેણે ઉમરાનના નામ પર આ અનોખો વિક્રમ નોંધાયો છે. ઉમરાને પ્રતિ કલાક 155 કિલોમીટરની ઝડપે બોલ નાખ્યો હતો, અને કોઈ પણ ભારતીય ખેલાડીએ નાખેલો સૌથી વેગવાન બોલ હતો આ.
ઉમરાને આ નવા વિક્રમથી ભારતીય ખેલાડી ઈરફાન પઠાણ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સામી અને સૈનીને પણ પાછળ મૂકી દીધા છે.