Homeદેશ વિદેશMIG 21ને લઈને ભારતીય વાયુસેનાએ લીધો મહત્ત્વનો નિર્ણય

MIG 21ને લઈને ભારતીય વાયુસેનાએ લીધો મહત્ત્વનો નિર્ણય

વારંવાર એક્સિડન્ટનો ભોગ બનનારા ભારતીય વાયુસેના દ્વારા MIG-21 બાબતે ભારતીય વાયુસેના દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એરક્રાફ્ટના આખા કાફલાને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે હાલમાં થોડાક સમય પહેલાં જ રાજસ્થાનમાં MIG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જોકે, આ પ્રતિબંધ કાયમી ધોરણે લાદવામાં આવ્યો નથી. રાજસ્થાનમાં બે અઠવાડિયા પહેલા થયેલા અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ MIG-21 વિમાનના કાફલાની ઉડાનને રોકવાનો નિર્ણય લીધો છે અને હાલમાં આ અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે.

ટોચના સરકારી સૂત્રોએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર MIG-21 ફાઈટર જેટને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે 8મી મેના થયેલાં વિમાન દુર્ઘટનાની તપાસ હજી ચાલી રહી છે. આ અકસ્માત કઈ રીતે અને કયા કારણોસર થયો એની તપાસ હાથ ધરવામાં આવી છે.

તેમણે કહ્યું કે હજુ પણ તપાસ ચાલી રહી છે અને ત્યાં સુધી આ એરક્રાફ્ટના ત્રણેય સ્ક્વોડ્રન ઉડાન નહીં ભરશે. MIG વેરિઅન્ટનો પ્રથમ કાફલો 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ દાયકાઓમાં ભારતે 700થી વધુ મિગ-વેરિયન્ટ એરક્રાફ્ટ ખરીદ્યા હતા.

IAFને તેના વૃદ્ધ લડાયક કાફલાને બદલવામાં મદદ કરવા માટે, સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે સાથે 83 તેજસ ફાઇટર જેટની ખરીદી માટે ₹48,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. IAF 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયામાં છે. 1960ના દાયકાની શરૂઆતમાં વાયુસેનામાં સામેલ થયા બાદથી, 400 મિગ-21 વિમાન અકસ્માતગ્રસ્ત થયા છે અને આ MIG-21ને ફ્લાઈંગ કોફિન તરીકે પણ ઓળખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -