Homeટોપ ન્યૂઝત્રીજી વન-ડે ભારતે જીતી

ત્રીજી વન-ડે ભારતે જીતી

ઈશાન કિશનની સૌથી ઝડપી બેવડી સદી

રનનો વરસાદ:બંગલાદેશ સામે ચિત્તાગોંગમાં ત્રીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં બેવડી સદી કરનાર ઈશાન કિશન અને સદી કરનાર વિરાટ કોહલી. (એજન્સી)

ચિત્તાગોંગ: અહીં રમાયેલી ભારત અને બંગલાદેશ વચ્ચેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતે બંગલાદેશને ૨૨૭ રને પરાજય આપ્યો હતો.
૪૧૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી બંગલાદેશની ટીમ માત્ર ૩૪ ઑવરમાં ૧૮૨ રનમાં ઑલઆઉટ થઈ જતાં તેનો ૨૨૭ રને પરાજય થયો હતો. ભારત વતી શાર્દૂલ ઠાકુરે ૩૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
અગાઉ, પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ભારતની ટીમે નિર્ધારિત પચાસ ઑવરમાં આઠ વિકેટને ભોગે ૪૦૯ રન બનાવ્યા હતા.
ભારત વતી ઈશાન કિશને ૧૩૧ બૉલમાં ૨૪ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી ૨૧૦ રન ફટકારી સૌથી ઝડપી બેવડી સદી બનાવી ઈતિહાસ રચ્યો હતો.
ઈશાન કિશને ફટકારેલી બેવડી સદીમાં ૧૫૬ રન ચોગ્ગા અને છગ્ગા મારફતે આવ્યા હતા.
વન-ડેમાં બેવડી સદી ફટકારનાર તે ચોથો ભારતીય અને સાતમો આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યો હતો.
ઈજાગ્રસ્ત રોહિત શર્માને સ્થાને ટીમમાં સ્થાન મેળવનાર અને ઑપનિંગમાં આવેલા ઈશાન કિશને માત્ર ૧૨૬ બૉલમાં બેવડી સદી ફટકારી હતી. વન-ડેમાં તેની આ પહેલી સદી હતી.
અગાઉ આ વિક્રમ વૅસ્ટ ઈંડીઝના ક્રિસ ગેઈલના નામે હતો. વર્ષ ૨૦૧૫માં ક્રિસ ગેઈલે ઝિમ્બાબ્વે સામે ૧૩૮ બૉલમાં બેવડી સદી ફટકારી હતી.
વન-ડેમાં ભારતનો આ ચોથા ક્રમાંકનો સર્વાધિક સ્કોર હતો.
કોહલીએ પણ ઑગસ્ટ ૨૦૧૯ બાદ વન-ડેમાં આ પહેલી સદી ફટકારી હતી. કોહલીએ ૯૧ બૉલમાં ૧૧૩ રન બનાવ્યા હતા. આ સાથે જ કોહલીએ વન-ડેમાં ૪૪મી અને એકંદરે ૭૨મી સદી ફટકારી હતી.
ઈશાન કિશાન અને કોહલીએ માત્ર ૧૯૦ બૉલમાં ૨૯૦ રનની ભાગીદારી નોંધાવી હતી.
પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ભારતની ટીમે શિખર ધવન (૦૩), ઈશાન કિશાન (૨૧૦), વિરાટ કોહલી (૧૧૩), શ્રેયસ અય્યર (૦૩), કે. એલ. રાહુલ (૦૮), વૉશિંગ્ટન સુંદર (૩૭), અક્ષર પટેલ (૨૦), શાર્દૂલ ઠાકુર (૦૩), કુલદીપ યાદવ (અણનમ ૦૩) અને મોહમ્મદ સિરાજના અણનમ શૂન્ય રનની મદદથી પચાસ ઑવરમાં આઠ વિકેટ ગુમાવીને ૪૦૯ રન બનાવ્યા હતા.
ઈશાન કિશાન અને કોહલીની વિદાય બાદ રનરેટ ધીમો પડ્યો હતો. આમ છતાં ભારતની ટીમ ૪૦ ઑવરમાં ત્રણ વિકેટને ભોગે ૩૩૯ રનના સ્કૉરમાં વધુ ૭૦ રન ઉમેરવામાં સફળ રહી હતી. છેલ્લી ૧૦ ઑવરમાં ભારતે ૭૦ રન ઉમેર્યા હતા.
બંગલાદેશ વતી મુઝફ્ફર રહેમાને ૬૬ રનમાં એક, તસ્કિન અહમદે ૮૯ રનમાં બે, મહેંદી હસન મિરાઝે ૭૬ રનમાં એક, ઈબાદત હૌસૈને ૮૦ રનમાં બે અને શાકીબ અલ હસને ૬૮ રનમાં બે વિકેટ ઝડપી હતી. (એજન્સી)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -