ચીનની સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પણ ભારતીય લશ્કરી દળોને હવે પ્રલય બેલાસ્ટિક મિસાઈલ મળશે, જે 150થી 500 કિલોમીટર સુધીના લક્ષ્યાંકને અચીવ કરી શકે છે. હાલના તબક્કે આ પ્રલય બેલાસ્ટિક મિસાઈલ મળવા અંગેનો પ્રસ્તાવની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને આ અઠવાડિયા દરમિયાન ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંજૂરી મળી શકે છે, એમ સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બે દિવસ બે વખત પ્રલય મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેને લેવા માટે અને તેને સામેલ કરવાની દિશામાં કામકાજ ચાલી રહ્યું છે. પ્રલય મિસાઈલની રેન્જ 150થી 500 કિલોમીટર સુધીની છે, જે રોકેટ મોટર, આધુનિક નેવિગેશન અને અન્ય આધુનિક ટેકનોલોજીથી સંચાલિત છે. આ બેલાસ્ટિક મિસાઈલ ઈન્ટરસેપ્ટર મિસાઈલને હરાવવા સક્ષમ બનાવવા માટે ડેવલપ કરવામાં આવી છે, જે હવામાં નિર્ધારિત ટાર્ગેટને અચીવ કરવાની સાથે તેનો રસ્તો બદલવા માટે ક્ષમતા ધરાવે છે. આ પ્રકારની મિસાઈલ પોતાના સૈનિકોના દુશ્મનોને એર ડિફેન્સ સેક્ટર અથવા આ જ પ્રકારના ટાર્ગેટને પૂરી રીતે નાશ કરવા ક્ષમતા ધરાવે છે. હાલના તબક્કે આ પ્રસ્તાવનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે કારણ કે જ્યારે ભારતીય લશ્કરને એક રોકેટ ફોર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તથા તેની સંરક્ષણ મંત્રાલયમાં ચર્ચા ચાલી રહી છે.