ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે રાયપુરમા રમાઇ રહેલી બીજી વન-ડેમા ભારતે ન્યુઝીલેંડ ઉપર પ્રભુત્વ જમાવતા ૧૦૮ રનમાજ પવેલિયન ભેગુ કરી દીધુ હતું. ભારતીય બોલરોના આક્રમણ સામે ન્યુઝીલેંડના બેટ્સમેન ટકી નહોતા શક્યા અને ૩૪.૩ ઓવરમા ફક્ત ૧૦૮ રનજ કરી શક્યા હતા. ન્યુઝીલેંડ તરફથી ગ્લેન ફિલિપ્સે ૩૬, માયકલ બ્રેસવેલે ૨૨ અને માયકલ સેંટનરે ૨૭ રન કર્યા હતા જે ડબલ ફિગરમા હતા. બાકીની પુરી ટીમ સિંગલ ફિગરમા જ આઉટ થઇ ગઇ હતી. ભારતના બોલરોએ તરખાટ મચાવ્યો હતો મોહમ્મદ શમીએ ૬ ઓવરોમા ૧૮ રન આપી ૩ વિકેટ ઝડપી હતી જેમા ૧ મેડન ઓવરનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યાએ ૬ ઓવરમા ૩ મેડન ઑવર સાથે ૨ વિકેટ ઝડપી હતી. વોશિંગટન સુંદરે ૩ ઓવરમા ૭ રન આપી ૨ વિકેટ ઝડપી હતી તે ઉપરાંત સિરાજ, ઠાકુર અને કુલદિપે એક એક વિકેટો ઝડપી હતી.
ભારતને શ્રેણી જિતવાનો મોકો છે આગળ જોઇએ મેચમા હવે ન્યુઝીલેંડ કેવી રમતનું પ્રદર્શન કરે છે