ભારતીય ટીમે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં 5 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. ધરાવે છે. 189 રનના લક્ષ્યાંક હાંસિલ કરવા ઉતરેલી ભારતીય ટીમે એક તબક્કે 16ના સ્કોર પર 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલે એક છેડેથી ઇનિંગ્સને સંભાળી અને ટીમને જિત અપાવી હતી અને આ જિતમાં કે એલ. રાહુલનો સાથ આપ્યો હતો બાપુ રવિન્દ્ર જાડેજાએ. રાહુલે 75 રનની અણનમ ઇનિંગ રમી હતી, તો જાડેજાએ પણ અણનમ 45 રન બનાવ્યા હતા.
આ પ્રથમ ODI મેચ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા હતા. 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 5ના સ્કોર પર ઈશાન કિશનના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. તે જ સમયે, 16ના સ્કોર પર, ટીમને વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના રૂપમાં 2 મોટા ઝટકા લાગ્યા હતા, જેમને મિચેલ સ્ટાર્ક દ્વારા સતત 2 બોલમાં પેવેલિયન મોકલવામાં આવ્યા હતા.
આ પછી બેટિંગ કરવા આવેલા લોકેશ રાહુલે શુભમન ગિલ સાથે મળીને પ્રથમ 10 ઓવરમાં સ્કોર 39 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ગિલ 20 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી કેપ્ટન રાહુલને કેપ્ટન હાર્દિક પંડ્યાનો સાથ મળ્યો અને બંનેએ સાથે મળીને માત્ર 55 બોલમાં 5મી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં પરત લાવી દીધી.
આ મેચમાં 83 રનના સ્કોર સુધી ટીમ ઈન્ડિયાએ પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યાર બાદ મેદાન પર બેટિંગ કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ રાહુલ સાથે મળીને સ્કોર વધારવાનું ચાલુ રાખ્યું હતું. જ્યાં બંનેએ ખરાબ બોલને બાઉન્ડ્રી લાઇનની પાર મોકલ્યા હતા, જ્યારે સારા બોલ પર 1 કે 2 રન લીધા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે કોઈપણ રીતે વાપસીની તક આપી ન હતી.
બંને વચ્ચે 6ઠ્ઠી વિકેટ માટે મેચ વિનિંગ 108 રનની ભાગીદારી જોવા મળી હતી, જેના આધારે ભારતીય ટીમે આ લક્ષ્યાંક 39.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની બોલિંગમાં મિચેલ સ્ટાર્કે 3 જ્યારે માર્કસ સ્ટોઈનિસે 2 વિકેટ ઝડપી હતી.