પડોશી રાષ્ટ્રોના પેટમાં તેલ રેડાશે, જાણો મિસાઈલની વિશેષતા?
ભારતે અગ્નિ-પાંચ બેલાસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલના ટેસ્ટિંગને કારણે ચીન અને પાકિસ્તાન સહિત જે ભારતથી પાંચ હજાર કિલોમીટરના ક્ષેત્રમાં આવે છે. આ મિસાઈલની ક્ષમતા પાંચ હજાર કિલોમીટરની છે. ટેસ્ટિંગ વખતે આ મિસાઈલે પાંચ હજાર કિલોમીટરનું અંતર નક્કી કર્યું હતું અને નિર્ધારિત ટાર્ગેટને પાર પાડવામાં આવ્યો હતો. ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ડીઆરડીઓ () દ્વારા તૈયાર કરવામાં આવેલા મિસાઈલની પરીઘમાં એશિયાના તમામ દેશની સાથે યુક્રેન, રશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને યુરોપના પણ અમુક દેશમાં આવી જાય છે. એટલે અડધી દુનિયાનું નિશાન સાધવા માટે સક્ષમ છે. અત્યાર સુધીની તમામ અગ્નિ મિસાઈલની તુલનામાં અગ્નિ-પાંચ બેલાસ્ટિક મિસાઈલ વધુ હલકી છે. એનું વજન 50,00 કિલોમીટરનું છે, જ્યારે તેનો આકાર (વ્યાસ) 6.7 ફૂટ છે. તેની લંબાઈ 17.5 મીટર એટલે 57.4 ફૂટ છે, જ્યારે મિસાઈલની અવાજની ઝડપથી 24 ગણી ઝડપથી મારી શકે છે. એટલું જ નહીં તેની ઝડપ કલાકના 29,401 કિલોમીટરની છે. પરમાણુ શસ્ત્રોથી હુમલો કરવાની ક્ષમતા ધરાવનાર આ મિસાઈલ પોતાની સાથે 1,500 કિલોના પરમાણુ હથિયારો લઈ શકે છે. તેને ટ્રક પર લોડ કરીને કોઈ પણ સ્થાને લઈ જઈ શકાય છે. આ મિસાઈલ અંગે વૈજ્ઞાનિક એમ. નટરાજને વર્ષ 2007માં પહેલી વખત યોજના બનાવી હતી.