લદ્દાખના ગલવાન ખાતે ભારતીય સેનાના જવાનો માઈનસ તાપમાનમાં પૂરા જોશ અને જુસ્સાથી ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.
Patiala Brigade of Trishul Division organised a cricket competition in extreme high altitude area near Galwan Valley in sub-zero temperatures with full enthusiasm and zeal: Fire and Fury Corps, Indian Army pic.twitter.com/G3d9POruMc
— ANI (@ANI) March 3, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે લદ્દાખના ગલવાન ખાતે 15મી જૂન, 2020ના ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. એટલું જ નહીં આજે આ ઠેકાણે ભારતીય સુરક્ષા દળના જવાનો પૂરા જોષ અને ઉત્સાહથી સરહદની સુરક્ષા કરવાની સાથે સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.
ભારતીય સેનાએ આ મામલે જણાવ્યું હતું કે ત્રિશૂલ ડિવિઝનની પટિયાલા બ્રિગેડના જવાનોએ ગલવાનની નજીક સૌથી વધુ ઉંચાઈવાળા વિસ્તારમાં માઈનસ ટેમ્પરેચરમાં પૂરા જુસ્સા અને જલ્લોષથી ક્રિકેટની મેચનું આયોજન કર્યું હતું. આ હરિફાઈમાં સૈનિકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં 15-16 જૂનની રાતે ગલવાન ખાતે ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને તેમાં 42 જેટલા ચીની સૈનિકો શહીદ થયા હતા.