અનૂપ જલોટા દેશમાં ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત છે. તેઓ પોતાના ભજનથી ભક્તોને ભક્તિમાં જોડે છે, પરંતુ તેમના નિવેદનોને કારણે તેઓ ઘણીવાર ચર્ચામાં પણ રહે છે. ભજન ગાયક અનુપ જલોટા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ અનૂપ જલોટાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની વાત કરી રહ્યા છે.
પ્રખ્યાત ભજન ગાયક અનૂપ જલોટાએ આ મુદ્દો ઉઠાવ્યો છે. વીડિયોમાં અનૂપ જલોટાએ કહ્યું હતું કે, ‘મિત્રો, મારે કહેવું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારે પાકિસ્તાનને ઈસ્લામિક દેશ જાહેર કરવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં મુસ્લિમોની સંખ્યા વધુ હતી. જો ભારતમાં હિન્દુઓની સંખ્યા વધુ હોય તો તેને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. એ સમયે આપણે નહીં કર્યુ, પરંતુ તે હવે થવું જોઈએ. વિશ્વમાં એક પણ હિન્દુ રાષ્ટ્ર નથી. હિંદુ દેશ નથી. નેપાળ હતું, પણ હવે તેની જાળવણી થતી નથી. તેને પણ હિંદુ દેશ ન કહી શકાય.
વીડિયોમાં અનૂપ જલોટાએ એ પણ સમજાવ્યું છે કે ભારત હિન્દુ દેશ કેમ હોવો જોઈએ. અનુપ જલોટાએ કહ્યું કે ભારત હિંદુ દેશ હોવો જોઈએ કારણ કે અહીં હિંદુઓની સંખ્યા વધુ છે અને હવે તેની લહેર ખૂબ જ મજબૂત બની રહી છે. લોકો એકઠા થઈ રહ્યા છે આ અંગે માત્ર એક જ જાહેરાત કરવાની છે. ભજન ગાયક અનૂપ જલોટાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.