ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડે ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને ભારતને ફાઇનલમાં પહોંચાડી દીધું છે. ભારતને ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે બેમાંથી એક ટેસ્ટમાં શ્રીલંકાને હાર મળે અથવા મેચ ડ્રો થાય એ જરૂરી હતું. ન્યૂઝીલેન્ડે શ્રી લંકાને હરાવી દેતા ભારત WTCના ફાઈનલ માટે ક્વોલિફાય થઇ ગયું છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પરિણામની WTCના સમીકરણ પર કોઈ અસર નહીં થાય.
ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ 2021માં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ન્યૂઝીલેન્ડે જ ભારત ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી છે. આ વખતે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. જેમાં ભારત 2-1થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં 7 થી 11 જૂન દરમિયાન રમાશે.
India have qualified for the World Test Championship final!
They’ll take on Australia at The Oval for the #WTC23 mace!
More: https://t.co/75Ojgct97X pic.twitter.com/ghOOL4oVZB
— ICC (@ICC) March 13, 2023
“>
શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં 355 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 373 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને 18 રનની લીડ મળી હતી. શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 302 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેન વિલિયમસનની સદીને કારણે શ્રીલંકાનો મેચના પાંચમા અને અંતિમ દિવસે છેલ્લા બોલે પરાજય થયો હતો.