વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2023ની પ્રથમ ‘મન કી બાત’ને સંબોધિત કરી હતી અને પદ્મ પુરસ્કારો વિશે વિસ્તૃત વાત કરી હતી. પીએમના માસિક રેડિયો કાર્યક્રમની આ 97મું સંબોધન છે.
2023ને ‘લોકોના પદ્મ’ વર્ષ ગણાવતા પીએમ મોદીએ કહ્યું, “પદ્મ પુરસ્કાર મેળવનારાઓમાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયો અને આદિવાસી સમાજ સાથે સંકળાયેલા લોકો આવે છે. આદિવાસી જીવન શહેરી જીવનથી અલગ છે, તેના પોતાના પડકારો પણ છે. આ બધું હોવા છતાં, આદિવાસી સમાજ હંમેશાં તેમની પરંપરાઓ જાળવવા આતુર હોય છે.”
તોટો, હો, કુઇ, કુવી અને માંડા જેવી આદિવાસી ભાષાઓ પર કામ કરનાર અનેક મહાન હસ્તીઓને પદ્મ પુરસ્કારો મળ્યા છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે. સિદ્દી, જારવા અને ઓંગે આદિવાસીઓ સાથે કામ કરતા લોકોને પણ આ વખતે પુરસ્કાર આપવામાં આવ્યો છે,” એમ વડા પ્રધાને ‘મન કી બાત’ દરમિયાન કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ વર્ષે પદ્મ પુરસ્કારોના પડઘા એ વિસ્તારોમાં પણ સંભળાઈ રહ્યા છે જે નક્સલ પ્રભાવિત હતા. જેઓ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને તેમના પ્રયાસોથી સાચો રસ્તો બતાવે છે તેઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
જાન્યુઆરીના ઘટનાપૂર્ણ મહિના વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “આ મહિનામાં 14મી જાન્યુઆરીની આસપાસ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દેશભરમાં તહેવારોની ઝગમગાટ જોવા મળે છે.”
તેમણે આ વર્ષના ગણતંત્ર દિવસની ઉજવણીની પણ પ્રશંસા કરી હતી.
વડા પ્રધાને ‘બાજરી’ના મહત્વ વિશે વાત કરી અને કહ્યું હતું કે 2023 ‘બાજરી માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ હશે. ઓડિશાના મિલેટપ્રેન્યોર્સ સમાચાર માં ચમકી રહ્યા છે,એમ જણાવી મોદીએ તેમની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જેવા અભિયાનોમાં લોકોની ભાગીદારીને કારણે આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ થઈ રહી છે.
ઈ-વેસ્ટની સમસ્યા તરફ લોકોનું ધ્યાન દોરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ જરુરી છે. આજના આધુનિક ઉપકરણો પણ ભવિષ્યનો ઈ-કચરો છે. જ્યારે પણ કોઈ નવું ઉપકરણ ખરીદે છે અથવા તેના જૂના ઉપકરણને બદલે છે, તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તે યોગ્ય રીતે કાઢી નાખવામાં આવે છે કે નહીં.
તેમણે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતની રેન્કિંગની પણ પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે ધણો સુધારો કર્યો છે અને સારો રેન્ક હાંસલ કર્યો છે.
ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના વખાણ કરતાં વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે આઉટગોઇંગ વર્ષ, 2022 ભારત માટે ઘણી રીતે પ્રેરણાદાયી રહ્યું હતું. PM મોદીએ ‘મન કી બાત’ના 96મા સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, “ભારતે તેના 220 કરોડથી વધુના અવિશ્વસનીય રસીકરણ ડોઝ સાથે વિશ્વમાં પોતાના માટે એક વિશેષ સ્થાન બનાવ્યું છે અને દેશ પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની ગયો છે.