Homeટોપ ન્યૂઝભારતે ચીનને પાછળ છોડી દીધું વસ્તીના મામલામાં... આટલું અંતર છે બંને દેશની...

ભારતે ચીનને પાછળ છોડી દીધું વસ્તીના મામલામાં… આટલું અંતર છે બંને દેશની વસ્તીમાં

અત્યાર સુધી વસ્તીના મામલામાં વિશ્વભરમાં ચીનનો ડંકો વાગતો હતો, પણ હવે ભારતે પાડોશી દેશ ચીનને આ બાબતમાં પાછળ છોડી દીધું છે. હવે ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ જાન્યુઆરીમાં ભારત વસ્તીના મામલામાં ચીન કરતાં વધારે આગળ નીકળી ગયો હોવાના સમાચાર આવ્યા હતા અને હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ આ વાત પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. યુનાઈટેડ નેશન્સની પોપ્યુલેશન ફંડ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર હાલમાં ભારતની વસ્તી ચીનની વસ્તીના મુકાબલે 29 લાખ જેટલી વધુ છે. પરંતુ આ બાબત હજી પણ સ્પષ્ટ નથી થઈ કે ભારતે ચીનને જનસંખ્યાના મામલામાં ક્યારે પાછળ છોડી દીધું હતું. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ પ્રમાણે દુનિયાની વસ્તી હવે 8 અબજથી વધુ થઈ ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 86 લાખની છે અને ચીનની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 57 લાખ જેટલી છે. આ રીતે બંને દેશોની વસ્તીમાં 29 લાખનું અંતર જોવા મળી રહ્યું છે. 1950થી સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યાની નોંધ રાખવામાં આવે છે અને ત્યારથી આ પહેલી વખત છે કે જ્યારે ભારતે વસ્તીના મામલામાં ચીનને પાછળ છોડી દીધુ હોય. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના મીડિયા એડવાઇઝર અન્ના જેફરીઝે જણાવ્યુ હતું કે હા હજી આ વાત સ્પષ્ટ નથી કે થઈ રહી કે ભારતે ચીનને વસ્તીના મામલામાં ક્યારે પાછળ છોડ્યું છે. હકીકતમાં બંને દેશો વચ્ચે સીધી રીતે તુલના કરવી મુશ્કેલ છે કારણ કે બંને દેશોના ડેટા કલેક્શનમાં બહુ અંતર જોવા નથી મળી રહ્યું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે ચીનની જનસંખ્યાનું લેવલ પાછલા વર્ષે પીક પર પહોંચી ગયું હતું અને હવે તેમાં ઘટાડો થવા લાગ્યો છે તો ભારતની વસ્તી હાલ વધારાની દિશામાં છે. પરંતુ ભારતની પણ વસ્તીનો ગ્રોથ રેટ 1980 બાદ ઘટાડા તરફ છે. એનો અર્થ થાય એવો થાય છે કે ભારતમાં વસ્તી તો વધી રહી છે પરંતુ તેનો દર પહેલાના મુકાબલે ઓછો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની 25 ટકા વસ્તી 0થી 14 વર્ષ વચ્ચેની છે. આ સિવાય 18 ટકા લોકો 10થી 19 વર્ષ વચ્ચેના છે.

ભારતીયોથી લાંબુ જીવી રહ્યાં છે ચીનના નાગરિકો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના લોકોનું આયુષ્ય ભારતના મુકાબલે સારૂ છે. ચીનમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય 82 વર્ષ છે અને પુરૂષોનું 76 વર્ષ છે. આ સિવાય ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 74 વર્ષ છે, જ્યારે પુરૂષોની 71 વર્ષ છે. દેશમાં 68 ટકા વસ્તીની ઉંમર 15થી 64 વર્ષ છે. તો 7 ટકા લોકોની ઉંમમર 65 વર્ષથી વધુ છે. તો ચીનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 14 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -