Homeદેશ વિદેશવર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયાને મળ્યો ચોથો ગોલ્ડ મેડલ

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયાને મળ્યો ચોથો ગોલ્ડ મેડલ

75 કિલો કેટેગરીમાં લવલીનાએ જીત્યો ગોલ્ડ મેડલ
નવી દિલ્હીઃ અહીં ચાલી રહેલી મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને ચોથો ગોલ્ડ મળ્યો છે. અલબત્ત, શનિવારે બે અને આજે રવિવારે બે એેમ કુલ મળીને ચાર ગોલ્ડ મેડલ ભારતને મળ્યો છે.
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સર્સનો રવિવારે પણ દમદાર દેખાવ જોવા મળ્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીના બોરગોહેને મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 75 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીતીને કેટલિન પારકરને સ્પ્લિટ નિર્ણયમાં 5-2થી પરાજય આપ્યો હતો.

પ્રથમ રાઉન્ડમાં લવલીનાએ જીત મેળવી હતી, પરંતુ બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીએ જોરદાર વાપસી કરીને આ રાઉન્ડ જીતી લીધો હતો.આ સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં ભારતના ખોળે ચાર ગોલ્ડ મેડલ આવ્યા છે. લવલીનાએ ઓસ્ટ્રેલિયાની બોક્સર પાર્કરને પાંચ-બેથી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. શનિવારે નીતુ અને સ્વીટીએ અને હવે આજે એટલે કે રવિવારે નિખહત ઝરીન અને લવલીના બોરગોહેને ફાઈનલમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. તેના પહેલા નિખત ઝરીન, નીતુ, સ્વીટી બૂરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. નીતુ અને સ્વીટીએ શનિવારે મેડલ જીત્યા હતા તો નિખતે રવિવારે ગોલ્ડન પંચ ફટકાર્યો હતો. રવિવારે ભારતીય બોક્સર નિખહત ઝરીન અને લવલીના બોરગોહેને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 42 ગોલ્ડ ભારતના નામે થયા છે. ભારતને ચોથો ગોલ્ડ અપાવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને અભિનંદન આપ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -