ફાઇનલ રમવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા
દુબઇ: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ટેસ્ટ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટના બીજા દાવમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૧૧૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે ચાર વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે આ સિરીઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનાર ઓસ્ટ્રેલિયાના ખાતામાં ૧૩૬ પોઈન્ટ હતા, પરંતુ દિલ્હીમાં જીત બાદ ભારતના પોઈન્ટ વધીને ૧૨૩ થઈ ગયા છે અને તેની જીતની ટકાવારી ૬૪.૦૬ સુધી વધી છે. ઓસ્ટ્રેલિયન ટીમના ખાતામાં હાર સાથે ૧૩૬ પોઈન્ટ છે.
નોંધનીય છે કે ભારતીય ટીમ માટે ૪ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ૨ મેચના માર્જિનથી હરાવવું જરૂરી હતું. આ પછી જો ભારત બાકીની બે ટેસ્ટ મેચોમાંથી એક જીતે છે, તો તેને સતત બીજી વખત ફાઇનલમાં રમવાની તક મળશે. ઉ