Homeટોપ ન્યૂઝદેવામાં ડૂબેલા શ્રીલંકા તરફ ભારતે મદદનો હાથ લંબાવ્યો, ડ્રેગનના વલણથી કોલંબો નિરાશ

દેવામાં ડૂબેલા શ્રીલંકા તરફ ભારતે મદદનો હાથ લંબાવ્યો, ડ્રેગનના વલણથી કોલંબો નિરાશ

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને દેશને વચન આપ્યું હતું કે ભારત શ્રીલંકાના સાત દાયકાના સૌથી મોટા દેવાની કટોકટીને દૂર કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. જયશંકરના આ નિવેદનથી લાગે છે કે ચીનને ઠંડી ચઢી ગઈ છે. આ નિવેદન બાદ તરત જ ચીને શ્રીલંકાના નાણા મંત્રાલયને એક પત્ર મોકલ્યો છે. જેમાં તેણે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના લોન પ્રોગ્રામને હાંસલ કરવામાં મદદનું વચન આપ્યું છે.
ચીન તરફથી મોકલવામાં આવેલા પત્રમાં દેવાના પુનર્ગઠનને સમર્થન આપવાનું કહેવામાં આવ્યું છે જેના માટે આ દેશ લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યો છે. શ્રીલંકાની સરકાર ચીન પાસેથી સકારાત્મક વલણની અપેક્ષા રાખતી હતી. પરંતુ ચીનને બદલે ભારતે મદદનો હાથ લંબાવ્યો હતો, જેને કારણે ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલા દેશે રાહતનો શ્વાસ લીધો છે. ચીન તરફથી મળેલા પત્રને લઈને શ્રીલંકાની સરકાર થોડી નિરાશ છે, એમ શ્રીલંકન સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું.
શ્રીલંકાએ નિર્ણય લીધો છે કે તે IMF સાથે દેવાના પુનર્ગઠન માટે વાટાઘાટો ચાલુ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -