મંદીની વચ્ચે ભારત દુનિયાને સંભાળી શકશેઃ આઈએમએફ વ્યક્ત કર્યો વિશ્વાસ
અમેરિકા અને યુરોપની સાથે એશિયામાં પાકિસ્તાન અને શ્રીલંકા સહિત અન્ય રાષ્ટ્રો આર્થિક મંદીમાં સપડાઈ રહ્યા છે. ગ્લોબલ મંદીમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો મળતો નથી, જેમાં એશિયાથી લઈને યુરોપ, અમેરિકા અને આફ્રિકાના વિકસિત દેશો પણ મંદીથી પરેશાન છે ત્યારે આ સંજોગોમાં દુનિયાને ભારત પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)ને પાકિસ્તાનને આપેલી લોન પરત કરવાની ક્ષમતા નથી ત્યારે આઈએમએફને ભારત પાસે ઘણી બધી અપેક્ષા છે. આઈએમએફને ભારતના જી-20ના નેતૃત્વ પર ખાસ કરીને વિશ્વાસ છે કે ભારત અન્ય રાષ્ટ્રોને સંભાળી શકે છે.
આઈએમએફના એમડી ક્રિસ્ટલિના જોર્જીવાએ કહ્યું હતું કે દુનિયામાં નિરંતર આર્થિક મંદી અને સામાજિક તનાવની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ઈન્ટરનેશનલ સમદુયાને જી-ટવેન્ટીના ગ્રૂપમાં ભારતના નેતૃત્વ (વડા પ્રધાન નરેન્દ્ર મોદી) પર વધારે વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે ભારત, જી-ટવેન્ટી ગ્રૂપના અધ્યક્ષ વૈશ્વિક સરેરાશ રીતે સર્વોત્તમ પ્રદર્શન કરનારા દેશ પૈકીનો એક છે. ભારતે ગયા વર્ષે પહેલા ડિસેમ્બરે ઔપચારિક રીતે જીટવેન્ટી ગ્રૂપની અધ્યક્ષતા સંભાળી હતી. ગ્રૂપ ટવેન્ટીના અધ્યક્ષની રુપમાં ભારતના નેતૃત્વ પણ વિશેષ ભરોસો છે, કારણ કે દુનિયાની અર્થવ્યવસ્થાને સુરક્ષિત કરીને વિશ્વ માટે તેની સુખાકારી જાળવવાનો આ નિર્ણાયક સમય છે. આઈએમએફે અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલના મુશ્કેલ સમયમાં ભારત આશાનું કિરણ બનશે. આઈએમએફે કહ્યું હતું કે ભારત વ્યાપક વૈશ્વિક સેવા કરી શકશે. ડિજિટલીકરણની દિશામાં ભારતીય પ્રયાસોની સરાહના કરતા કહ્યું હતું કે ભારત માટે આ બહુ સારી રીતે કામ કરી રહ્યા છે અને ભારતે કોવિડ-19 મહામારીના તબક્કામાં ઝડપથી ડિજિટલાઈઝેશનનો યોગ્ય અમલ કર્યો હતો. ખાનગી ક્ષેત્ર માટે પણ ભારતમાં ડિજિટલાઈઝેશનના અભિયાન ખાસ કરીને મદદકર્તા સાબિત થયું હતું. આ ઉપરાંત, ભારતમાં અસરકારક રીતે રસીકરણ કરવામાં આવ્યું હતું.