થિરુવનંથપુરમઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વનડે મેચમાં પહેલા દાવમાં ભારત સતત બીજી વખત 300 રનનો સ્કોર વટાવ્યો હતો. અહીંની મેચમાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ઝંઝાવાતી બેટિંગને કારણે કોહલીએ બીજી સેન્ચુરી કરી હતી, જે તેની કારકિર્દીમાં 46 સદી કરી હતી.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ધમાકેદાર બેટિંગને કારણે ત્રીજી વનડેમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની 74 સદી થઈ છે. શ્રીલંકા સામે 10માં સદી છે, જ્યારે કોઈ એક ટીમ સામે સૌથી વધારે સદી ફટકારવામાં કોહલીને સ્થાન મળ્યું છે.
Will Virat Kohli break Sachin Tendulkar's record? 👀
More 👉 https://t.co/jXZ4laoDGW pic.twitter.com/5BW0BzBpEJ
— ICC (@ICC) January 11, 2023
રવિવારની મેચમાં આઠ છગ્ગા સાથે નોટઆઉટ રહીને 166 રન બનાવ્યા હતા, જે વિરાટની કેરિયરનો બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. અગાઉ 2012માં વિરાટે 183 રન બનાવ્યા હતા, જ્યારે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 160 રને નોટ આઉટ રહ્યો હતો. રવિવારની મેચમાં કોહલીએ 85 બોલમાં 100 રન પૂરા કર્યા હતા, જેમાં 13 ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે. 150.91 રનના સ્ટાઈક રેટથી રમીને કોહલીએ અભૂતપૂર્વ બેટિંગ કરી હતી, જેથી ભારતીય ટીમે શ્રીલંકાને જીતવા માટે 391 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વિરાટ કોહલીએ છેલ્લી પાંચ વનડેમાં બાંગ્લાદેશ (પાંચ), બાંગ્લાદેશ સામે 113 રન, શ્રીલંકા 113, શ્રીલંકા (ચાર) અને શ્રીલંકા સામે 166 રને નોટઆઉટ થયો હતો. અત્યાર સુધીમાં વનડેમાં સૌથી વધુ સદી કરવામાં સચિન તેંડુલકરના નામે વિક્રમ છે, જેમાં 463 મેચમાં 49 સદી કરી છે, જ્યારે 268 મેચમાં 46 સદી કરી છે. અહીંની મેચમાં ગિલના આઉટ થયા પછી શ્રેયસ અય્યર ક્રિઝ પર રમવા આવ્યા પછીને તે જવાબદારીપૂર્વક રમ્યો હતો.