થિરુવનંથપુરમઃ અહીંના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વનડે મેચમાં શ્રીલંકાને જીતવા માટે 391 રનનો ટાર્ગેટ આપ્યા પછી બેટિંગમાં આવેલી શ્રીલંકાની ટીમે રીતસર ઘૂંટણિય પડી ગઈ હતી, પરિણામે ભારતનો 317 રને ભવ્ય વિજય થયો હતો. આજની જીત સાથે ભારતીય ટીમે 3-0થી સિરીઝ જીતી લીધી હતી.
અગાઉ બે મેચ જીતી ચૂકેલ ભારતીય ટીમે રવિવારની મેચમાં બેટસમેને શાનદાર બેટિંગ કરી હતી. શ્રીલંકા બેટિંગમાં આવ્યા પછી શ્રીલંકાની ટીમ પર ભારતીય બોલરે જોરદાર દબાણ લાવ્યા હતા, જેમાં 22 ઓવરમાં 73 રને શ્રીલંકા ઓલઆઉટ થયું હતું.
શ્રીલંકાની સૌથી પહેલી વિકેટ (ફર્નાન્ડો) સાત રને પડી હતી, ત્યારબાદ કે મેન્ડિસની 22 રને વિકેટ પડી હતી. 31 રને ત્રીજી વિકેટ અસ્લાન્કા (6.3 ઓવર), એન ફર્નાન્ડોની ચોથી વિકેટ 35 રને, ડબલ્યુ હસરંગાની 37 રને, 39 રને સી કરુણારત્ને (11.4 ઓવર), 50 રને ડી શનાકા અને આઠમી વિકેટ 51 રને પડી હતી, જ્યારે નવમી વિકેટ એલ. કુમારાની પડી હતી.
ભારતીય ટીમવતીથી સૌથી વધારે વિકેટ મહોમ્મદ સિરાજ (ચાર), મહોમ્મદ સામી (2) અને કુલદીપ યાદવે (2) લીધી હતી. મહોમ્મદ સીરાજે 10 ઓવરમાં એક મેડન સાથે 20 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે પચાસ ઓવરમાં પાંચ વિકેટે 390 રન બનાવ્યા હતા, જેમાં ભારતીય ટીમવતીથી કોહલીએ સૌથી વધારે રન બનાવ્યા હતા. કોહલી નોટઆઉટ રહીને 166 અને શુભમન ગિલ 116 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 89 બોલમાં સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરીને બેટિંગ લીધી હતી, જેમાં બે ફેરફાર કર્યા હતા. આજની મેચમાં હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને રેસ્ટ આપવામાં આવ્યો હતો, જ્યારે બંનેની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને તક આપી હતી.