ભારત અને બાંગ્લાદેશની વચ્ચેની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 513 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતવતીથી બીજી ઈનિંગમાં Mr Dependable તરીકે જાણીતા ચેતેશ્વર પુજારા અને શુભમન ગિલ શાનદાર સદી મારી હતી.
બાંગ્લાદેશની પહેલી ઈનિંગમાં 150 રનમાં ઘરભેગું થયું હતું. ભારતીય બોલરમાં ખાસ કરીને કુલદીપ યાદવ અને મહોમ્મદ સિરાજે આક્રમક બોલિંગ કરતા બાગ્લાદેશના એક પણ બેટ્સમેનને સેટ થવાની તક મળી નોહતી.
કુલદીપે પાંચ અને સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે તેના પૂર્વે ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 404 રન ફટકાર્યાં હતા. ભારતીય ટીમમાં પુજારાએ 90 અને શ્રેયસ અય્યરે 80 રનનું યોગદાન નોંધાવ્યું હતું, જ્યારે ઋષભ પંતે પણ નોંધપાત્ર બેટિંગ કરી હતી, જે આગળ વધતા બીજી ઈનિંગમાં ભારતે બે વિકેટે 258 રન બનાવ્યા હતા, જેમાં નોટ આઉટ રહેતા ચેતેશ્વર પુજારાએ 102 રન તથા શુભમન ગિલે 110 રન બનાવ્યા હતા.