Homeદેશ વિદેશIND vs AUS ટેસ્ટ સિરીઝ: BCCI એ છેલ્લી બે ટેસ્ટ માટે ટીમ...

IND vs AUS ટેસ્ટ સિરીઝ: BCCI એ છેલ્લી બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી, આ ખેલાડીઓને મળી તક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2023 બોર્ડર-ગાવસ્કર શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ છેલ્લી બે ટેસ્ટ માટે પણ એ જ ટીમ પસંદ કરી છે, જે પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતી. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા કેએલ રાહુલને પણ છેલ્લી બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આ સિવાય રિઝર્વ વિકેટકીપર ઈશાન કિશન પણ ટીમનો હિસ્સો છે. છેલ્લી બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા :- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ. આ સિવાય BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રવિન્દ્ર જાડેજા લાંબા સમય બાદ વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. આ સાથે જ જયદેવ ઉનડકટની પણ 10 વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે. વનડે શ્રેણી માટે ભારતીય ટીમઃ- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી. મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -