ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. લંચ બ્રેક બાદ મેચ શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે. સ્મિથ અને ખ્વાજા રને ક્રિઝ પર અણનમ છે.
પ્રથમ દિવસે લંચ સમયે ઓસ્ટ્રેલિયાએ 29 ઓવરમાં 2 વિકેટે 75 રન બનાવ્યા હતા. શમી અને અશ્વિનને અત્યાર સુધી 1-1 વિકેટ મળી છે. મોહમ્મદ શમી ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે. સાથે જ સિરાજને બહાર રાખવામાં આવ્યો છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન ટીમમાં કોઈ ફેરફાર નથી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું હશે તો ચોથી ટેસ્ટ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ભારત આ સમયે સીરીઝમાં 2-1થી આગળ છે, પરંતુ જે રીતે ત્રીજી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે તેનાથી ક્યાંકને ક્યાંક ભારતીય ટીમનો આત્મવિશ્વાસ ચોક્કસથી હચમચી ગયો છે.
આ મેચમાં ભારતીય ટીમના 2 દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી કેટલાક નવા રેકોર્ડ બનાવી શકે છે. વિરાટ કોહલી અમદાવાદ ટેસ્ટ મેચમાં 42 રન બનાવવામાં સફળ થશે તો તે ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં તેના 4000 રન પૂરા કરશે. વિરાટ પહેલા માત્ર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ જ આ સ્થાન સુધી પહોંચી શક્યા છે.
રવિચંદ્રન અશ્વિનની વાત કરીએ તો તે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 700 વિકેટ પૂરી કરવાથી માત્ર 9 વિકેટ દૂર છે.