નાગપુરઃ ઘરઆંગણે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકી સૌથી પહેલી ટેસ્ટ નાગપુરમાં રમાશે. સૌથી પહેલી ટેસ્ટ મેચ પૂર્વે પ્લેઈંગ ઈલેવનના અગિયાર સંભવિત પ્લેયરની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ત્રણેય સિલેકર્ટસના મત એક નહોતા. ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર, વસીમ જાફર અને ભૂતપૂર્વ બીસીસીઆઈના પસંદગીકર્તા સુનીલ જોશીનો સમાવેશ થાય છે. માંજરેકર અને જાફર સહિત લગભગ તમામે આ ટીમમાં સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને સ્થાન આપ્યું નથી. મતલબ આ બંને બેટ્સમેનને ટેસ્ટ મેચ રમવા માટે રાહ જોવી પડશે. પસંદગીકર્તા સુનીલ જોશીએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ચેતેશ્વર પૂજારાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને પસંદ કર્યો છે. એટલે તેમનું માનવું છે કે ટવેન્ટી-ટવેન્ટીના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મેચ રમવી જોઈએ નહીં. એટલું જ નહીં, જોશીના ટિવટ પછી તેના ચાહકો તેના સપોર્ટમાં આવ્યા છે, જ્યારે તેમનો જોરશોરથી વિરોધ કર્યો છે. જોકે, જોશી અને જાફરની પસંદગીમાં એક બાબત કોમન હતી, જેમાં પ્લેઈંગ ઈલેવનમાં અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું નહોતું અને અક્ષર પટેલના સ્થાને કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે. જોશી અને માંજરેકરે તેમની પસંદગીની યાદીમાં રોહિત શર્માની સાથે સાથે ઓપનિંગમાં શુભમન ગિલને સ્થાન આપ્યું હતું. આ બંનેનું માનવું છે કે કેએલ રાહુલને મિડલ ઓર્ડરમાં રમવું જોઈએ. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેયરની યાદીમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા (ફિટનેસ પર નિર્ભર), મહોમ્મદ શમી, મહોમ્મદ સીરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવનું નામ છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં પેટ કમીન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કૈરી, કેમરુન ગ્રીન, પીટર હેંડસ્કોમ્બ, જોશ હેજલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મરફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મીથ (વાઈસ કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નરનો સમાવેશ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની શ્રેણી નવથી 13 ફેબ્રુઆરીના નાગપુર, 17થી 21 દિલ્હી, પહેલીથી પાંચમી માર્ચ ધર્મશાલા અને ચોથી મેચ અમદાવાદમાં રમાશે. ત્યારબાદ 17 (મુંબઈ), 19 (વિશાખાપટ્ટનમ) અને 22મી માર્ચના (ચેન્નઈ) વન-ડે રમાડવામાં આવશે.